ગજાનન આશ્રમમાં રક્ષાબંધન પર્વ ,શ્રાવણી પર્વ અને બળેવ પર્વે એટલે જનોઈ બદલવાનો મોટો દિવસ ઉજવવામાં આવ્યો

ગજાનન આશ્રમમાં રક્ષાબંધન પર્વ ,શ્રાવણી પર્વ અને બળેવ પર્વે એટલે જનોઈ બદલવાનો મોટો દિવસ ઉજવવામાં આવ્યો
માં નર્મદાના કિનારે આવેલ પૂજ્ય ગુરુજી સંચાલિત ગજાનન આશ્રમમાં આજરોજ રક્ષાબંધન પર્વ ,શ્રાવણી પર્વ અને બળેવ પર્વ એટલે બ્રાહ્મણો માટે જનોઈ બદલવાનો મોટો દિવસ ઉજવવામાં આવ્યો.
આજરોજ તારીખ 19 ઓગસ્ટ 2024 રક્ષાબંધન પર્વ, નાળીયેરી પૂનમ, શ્રાવણી પર્વ, શ્રાવણ માસનો ત્રીજો સોમવાર અને બળેવ પર્વ એટલે બ્રાહ્મણો માટે જનોઈ બદલવાનો મોટો દિવસ ધાર્મિક વિધિપૂર્વક મનાવવામાં આવ્યો. ગજાનન આશ્રમના ઋષિ કુમારો તથા બહારગામ થી આવેલા બ્રાહ્મણો દ્વારા વિધિપૂર્વક જનોઈ બદલવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.વર્ષોથી આ કાર્યક્રમ પૂજ્ય ગુરુજીના ગજાનન આશ્રમમાં થાય છે. આવેલા તમામ બ્રાહ્મણો ,મહેમાનો માટે સુંદર સાત્વિક ભોજન તથા ફરાળની વ્યવસ્થા આશ્રમ દ્વારા કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગજાનન આશ્રમમાં ભૂદેવો માટે નિઃશુલ્ક સંસ્કૃત પાઠશાળા, ઉમાશંકર નિવાસ ઘરડાઘર, નિશુલ્ક દવાખાનુ તથા 24 કલાક રહેવા જમવાની સુવિધા મળી રહે છે.