સુરતમાં પેસાની લાલચમાં સગા ભાઈએ જ ભાઈને જેલના સળિયા પાછળ ધકેલી દેતા માતાએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી અને હકીકત સાંભળો એમના માતાના શબ્દો
સુરતમાં પેસાની લાલચમાં સગા ભાઈએ જ ભાઈને જેલના સળિયા પાછળ ધકેલી દેતા માતાએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી અને હકીકત સાંભળો એમના માતાના શબ્દો

સુરતમાં પેસાની લાલચમાં સગા ભાઈએ જ ભાઈને જેલના સળિયા પાછળ ધકેલી દેતા માતાએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી અને હકીકત શું છે તે અંગે માહિતી આપી હતી.
કહેવત છે કે , જર , જમીન અને જોરુ ત્રણેય કજીયાના છોરું…સુરતમાં સગા ભાઈએ જ ભાઈ ઉપર છેતરપીંડીનો કેસ કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવાની ઘટના સામે આવી છે. વાત કઈક એમ છે કે , ગઈ કાલે ઇકો સેલ પોલીસે છેતરપીંડીના આરોપમાં જીમ ચલાવતા યોગેશ ઈટાલીયાની ધરપકડ હતી. આ અંગે યોગેશ ઈટાલીયાની માતાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે , મારે ત્રણ દીકરા છે. મોટો દીકરો ડોક્ટર છે , બીજા નંબરનો દીકરો કાપડના મશીનના ધંધા સાથે છે અને નાનો દીકરો જીમ ચલાવે છે. મારા પતિ જ્યારે હયાત હતા ત્યારે મારા સંતાનો એમની પત્નીઓ અને મારા નામે બધાના ભાગે સંપતિની સરખી વહેંચણી કરી હતી. મારા પતિના અવસાન બાદ મારા બન્ને મોટા દીકરાઓ બધો ઘરનો વહીવટ અને ધંધાનો વહીવટ સંભાળતા હતા. વિશ્વાસ અને સમજદારીથી ત્રણેય પરિવાર અને હું સાથે જ રેહતા હતા. ત્યારબાદ થોડા મહિનાઓ પહેલા મોટા બે ભાઈઓને સંપતિ અને ધંધાઓ હડપી લેવાનો વિચાર આવ્યો અને મને અને મારા નાના દીકરાની સંપતિ લઇ લીધી હતી અને અમને અલગ કરી દીધા હતા. હું હાલ મારા નાના દીકરા સાથે રહું છુ. મેં મારી સંપતિ પાછી માંગી તો મને કટુ વેણ કહેવા લાગ્યા હતા. આ દરમ્યાન તેમને મારા નાના દીકરા યોગેશ ઉપર ખોટી છેતરપીંડીની ફરિયાદ દાખલ કરાવી તેની ધરપકડ કરાવી દીધી છે. મોટા દીકરાએ અમારી સાથે વિશ્વાસઘાત કર્યો છે અને સંપતિ અને પેસાની લાલચમાં સગા ભાઈને જેલમાં મોકલ્યો છે. મારી પોલીસ પાસે એટલી જ માંગ છે કે મને અને મારા નાના દીકરાને ન્યાય આપવામાં આવે. મારો નાનો દીકરો નિર્દોષ છે. અને માં તરીકે મને ત્રણેય સંતાનો સરખા હોય છે પણ આજે જે ઘટના બની છે તેનાથી મને ખુબ જ આઘાત લાગ્યો છે.