સુખાયું આયુર્વેદ ચિકિત્સાલય- વસ્ત્રાલના બે વર્ષ પૂર્ણ થતાં સેમિનારનું આયોજન કરાયું

આયુર્વેદ એ આપણી પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ છે, જેમાંની એક અત્યાર સુધી આમ જન સુધીના પોહંચેલ સારવાર પદ્ધતિ એટલે વિદ્ધકર્મ – અગ્નિકર્મ. સુખાયું આયુર્વેદ ચિકિત્સાલય- વસ્ત્રાલના બે વર્ષ પૂર્ણ થતાં ડૉ. મેઘા અક્ષય પેંડકર દ્વારા ડૉ. ઉદય તલહાર – વિદ્ધકર્મ તજજ્ઞ, ડૉ. ચંદ્રકુમાર દેશમુખ વિદ્ધકર્મ – અગ્નિકર્મ તજજ્ઞ અને સાથે ડૉ. પંકજ તિવારી વિદ્ધકર્મ – અગ્નિકર્મ તજજ્ઞના સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનાર આયુર્વેદ ડોક્ટર માટે વિદ્ધકર્મ – અગ્નિકર્મ વિશેની સવિશેષ માહિત અને અનેક રોગોમાં તેના વિવિધ ઉપયોગ અને ફાયદાઓ માટે હોટેલ Avante ઓઢવ ખાતે રાખવામાં આવ્યો હતો, જેમાં જલગાઉં થી પધારેલ ડૉ. ઉદય તલહાર દ્વારા વિદ્ધકર્મ વિશે આવેલ આયુર્વેદનું ભણતા ડૉ. ને માર્ગદર્શન આપ્યું હતું અને સાથે જ તેમને પૂછવામાં આવેલા સવાલો નું સમાધાન થાય તે રીતે જવાબ આપ્યા હતા.
પુના થી આવેલ ડૉ. ચંદ્રકુમાર દેશમુખ સાહેબ દ્વારા પોતાની આગવી શૈલી અને મરાઠી લઢણ ના શબ્દો સાથે સરળ ભાષામાં વિદ્ધકર્મ – અગ્નિકર્મ ની માહિતી આપવામાં આવેલ અને પોતાના દ્વારા આ ચિકિત્સાથી થયેલ ફાયદાઓ વિશે અને પોતાના ગુરુ ડૉ. આર બી ગોગટે સાહેબ દ્વારા આ સારવાના ઉપયોગ નીશરૂઆતની માહિતી આપી હતી. ઉપરાંત પધારેલ ડોક્ટર ગણ દ્વારા પૂછવામાં આવેલ સવાલોના સરસ પોતાની મરાઠી મિશ્રિત હિન્દી ભાષામાં જવાબો આપ્યા હતા. નાગપુર થી આવેલ ડૉ. પંકજ તિવારી દ્વારા પોતાના પેશન્ટ ને થયેલ વિદ્ધકર્મ – અગ્નિકર્મના ફાયદાઓ વિશે ની માહિતી આપેલ ડો. મેઘા દ્વારા આભારવિધિ કરી સેમીનારનું સમાપન કરવામાં આવ્યું હતું.