તા.૯ મી ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિનની ઉજવણી અંતર્ગત

તા.૯ મી ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિનની ઉજવણી અંતર્ગત સુરત ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન
સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેરની ૦૯મી ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિનની પુર્વ તૈયારીના ભાગ-રૂપે શહેરમાં વસતા સંગઠનોના પ્રમુખ-મંત્રી વિવિધ એસોસિએશન, નવ-યુવાનો, મહિલાઓ સાથે બેઠક ચર્ચા કરવામાં આવી હતી. સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેરની ૦૯ મી ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસની તૈયારીના ભાગરૂપે તાજેતરમાં સર્વોદયનગર સોસાયટી, ઉધના મગદલ્લા રોડ, ભટાર, સુરત ખાતે રાખવામાં આવી હતી. આ બેઠકમાં નવયુવાનો, મહિલાઓ તેમજ વિવિધ સંગઠનના પ્રમુખ- મંત્રી તેમજ સમિતિના ચેરમેનો હાજર રહી ૦૯ મી ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિનની તૈયારીના ભાગરૂપે ચર્ચા કરવામાં આવી હતી.
તા.૯ મી ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિનના રોજ સુરત શહેરમાં ડો.બાબા સાહેબ આંબેડકરના પુતળા, માનદરવાજા, રીંગરોડ ખાતેથી સવારે ૦૯:૦૦ કલાકે રેલી સ્વરૂપે પ્રસ્થાન કરવામાં આવશે. આદિવાસી સમાજના સંગઠનો સાથે અને વિવિધ એસોસિએશન સથે બેઠક કરી, આગામી ૦૯ મી ઓગષ્ટની તૈયારીના ભાગરૂપે વિવિધ સમિતિઓની કામગીરીની સોંપણી કરવામાં આવી છે.
સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે સમાજની સંસ્કૃતિ બચાવવા આદિવાસીઓ પર્યાવરણ બચાવો તેમજ વૃક્ષારોપણ સાથે કૃતિઓ, બિરસામુંડા જીવનચિત્ર આધારિત, પર્યાવરણ બચાવો, આદિવાસી બચાવો, પાણી બચાવો તેમજ સંસ્કૃતિ બચાવવા જેવા વિવિધ થીમ આધારીત સુરત શહેર આદિવાસી સમાજના અગ્રણીઓ સાથે બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. જેની તૈયારીના ભાગરૂપે વિવિધ સોસાયટીમાં જન-જાગ્રુતિ તેમજ કાર્યક્રમના આધારે પેમ્પલેટ, બેનરો વિગેરે સોસાયટીમાં આવવામાં આવશે જેના થકી લોકોમાં પર્યાવરણ બચાવો, વ્રુક્ષો બચાવો જેવો સંદેશા સાથે શહેરમાં રેલી કાઢવામાં આવશે તેમ સમસ્ત આદિવાસી સમાજ, સુરત શહેર દ્વારા જણાવાયું છે.