
Dang News: ડાંગ જિલ્લામાં ઉપરવાસ વરસાદ ના પગલે નાના મોટા ઝરણાઓમા નવાનીર નિકળતા સોળે કળાએ ખીલી ઉઠ્યા હતા.
ડાંગ જિલ્લાના વઘઇ ખાતે સવાર થી અવિરત વરસાદ પડતાં વઘઇ ખાતે આવેલ ઉમરખાડીનો મીની ધોધ નવાનીર સાથે ખળખળ વહેતા સોળે કળાએ ખીલી ઉઠવા પામ્યો હતો જ્યારે ઘણા સમયથી અંબિકા નદી સુકીભટ્ટ પડેલી હાલતમાં જોવા મળી રહી હતી.
જ્યારે આજરોજ વઘઇ ખાતે સવાર થી અવિરત વરસાદના પગલે નાના મોટા ઝરણાઓ નવાનિર સાથે જીવંત બનવા પામ્યા હતા ખાસ કરીને વઘઇ ખાતે આવેલ ઉમરખાડીનો મીની ધોધ નવાનીર સાથે ખીલી ઉઠતા પ્રકૃતિ પ્રેમીઓમા આકષૅણનુ કેન્દ્ર બનવા પામ્યુ હતું.
ડાંગ જિલ્લામાં સોમવારે સાંજે ૪ વાગ્યા થી મગળવારે સાંજે ૪ વાગે પુરા થતા ૨૪ કલાકમાં વઘઇમાં ૭૯ મીમી ૩.૧ ઇંચ, સુબીરમાં ૨૬ મીમી ૧ ઇંચ આહવામાં ૩૧ મીમી ૧. ૨ ઇંચ જયારે સાપુતારા માં ૧૪ મીમી ૦.૫ જિલ્લામાં વરસાદ પાડ્યો હતો. સરેરાશ ૩૭.૫ મીમી ૧. ૫ ઇંચ વરસાદ પડ્યો હતો .