ખજોદ ડમ્પિંગ સાઈટમાં ભિષણ આગ, દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા

ખજોદ ડમ્પિંગ સાઈટમાં ભિષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
સુરત : સુરત મહાનગરપાલિકાએ શહેરમાં સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન (CGD) નેટવર્કના વિસ્તરણ માટે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત ગેસ કંપનીને આગામી ચાર અઠવાડિયા માટે રાત્રિના સમયગાળામાં પણ ખોદકામ અને એચ.ડી.ડી. પદ્ધતિથી લાઇન નાખવાની વિશેષ મંજૂરી આપવામાં આવી છે.
મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર, તા. 1 માર્ચથી અત્યાર સુધી કુલ 24 અરજીઓ પ્રાપ્ત થઈ હતી, જેનો સમયસર નિકાલ કરવામાં આવ્યો છે. હવે નવી CGD પરવાનગીઓ માટે 24 કલાકમાં મંજૂરી આપવાની ફરજિયાત જોગવાઈ અમલમાં મૂકાશે. સાથે જ રોડ રિસ્ટોરેશન અને પરમિશન ચાર્જમાં રાહત આપવામાં આવી છે, જેમાં સંસ્થાઓને પોતાની ખર્ચે જાહેર સંપત્તિનું પુનઃસ્થાપન કરવાની છૂટ આપવામાં આવી છે.
આ ઉપરાંત, ગેસ કંપનીઓને 24 કલાક કામ કરવાની છૂટ, કાર્યકારી સીઝનમાં રાહત અને ઝડપી અમલીકરણ માટે વહીવટી સંકલન વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. પરંતુ આ કામગીરી દરમિયાન તમામ પ્રકારના સલામતીના નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે.
બીજી તરફ, શહેરના ખજોદ ડિસ્પોઝલ સાઇટ પર બપોરે 1:15 વાગ્યે RDFના ઢગલા પાસે આગ લાગવાની ઘટના સામે આવી હતી. વર્કરો દ્વારા જાણ થતાં જ ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ઘટના સ્થળે 8 પોકલેન મશીનો અને ફાયર વિભાગની 6 ગાડીઓ દ્વારા આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ફાયર વિભાગ દ્વારા સમયસર કામગીરી હાથ ધરાતા પરિસ્થિતિ કાબૂમાં લાવવા પ્રયાસો ચાલુ રાખવામાં આવ્યા હતા.



