લિંબાયત પ્રતાપ નગર ખાતે તેલુગુ સમાજ દ્વારા તાજીયાઓનું સ્વાગત કરવામાં આવ્યું

લિંબાયત પ્રતાપ નગર ખાતે તેલુગુ સમાજ દ્વારા તાજીયાઓનું સ્વાગત કરવામાં આવ્યું
મોહરમ નિમિત્તે લિંબાયતમાં મદીના મસ્જિદ થી મારુતિ નગર પ્રતાપનગર થઈને મીઠી ખાડી થી આગળ થઈ રીંગરોડ તરફ તાજિયાનું જુલુસ કોમી એખલાસ અને આનંદ ઉત્સાહ તેમજ શાંતિપૂર્વક વાતાવરણમાં નીકળ્યો હતો. મદીના મસ્જિદ પાસે સન્માન અને સ્વાગત નું કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું,તેમાં લિંબાયત તાજીયા કમિટીના અધ્યક્ષ શ્રી હાજી ચિનુભાઈએ પોલીસ અધિકારીઓને,શાંતિ સમિતિના સભ્યોને,હિંદુ મુસ્લિમ સમાજના રાજકીય તેમજ સામાજિક કાર્યકર્તાઓનું સ્વાગત કરી સન્માન કર્યું હતું. આ વખતે પહેલીવાર લિંબાયત પ્રતાપ નગર ખાતે આવેલ માર્કંડેશ્વર મહાદેવ મંદિર પાસે પદ્મશાલી (તેલગુ) સમાજના આગેવાનો એ ત્યાં સ્ટેજ બનાવીને ત્યાંથી પસાર થતા તાજીયાઓનું તેમજ તાજીયા કમિટીના આગેવાનોનું ફૂલોથી સ્વાગત કર્યું હતું. તાજિયા જુલુસ શાંતિ રીતે પૂરું થાય તે માટે ડીસીપી શ્રી ભગીરથ ગઢવી સાહેબ, એસીપી શ્રી જાડેજા સાહેબ, પીઆઇ શ્રી કામળિયા ચિરાગ સાહેબ તેમજ પોલીસ સ્ટાફ એ ખૂબ જ મહેનત કરી હતી.