સુરતમાં તેલગુ સમાજ 30 માર્ચે નવા વર્ષ ઉગાદીની ઉજવણી કરશે

સુરતમાં તેલગુ સમાજ 30 માર્ચે નવા વર્ષ ઉગાદીની ઉજવણી કરશે
30 માર્ચ રવિવારથી વિશ્વાસુનામ તેલુગુ નવું વર્ષ શરૂ થશે જેને તેલગુ ભાષામાં “ઉગાદી” નામથી ઓળખાય છે. ઉગાદી સમગ્ર તેલંગાના અને આંધ્રમાં નવા વર્ષ તરીકે ઉજવાય છે, આ પર્વને તેલુગુ સમાજના લોકો ખૂબ ઉત્સાહ અને ઉમંગ સાથે વિશિષ્ટ રીતે ભવ્ય ઉજવણી કરતા હોય છે, સખ્ત મહેનતુ આ તેલુગુ સમાજ દુનિયાના કોઈપણ ખૂણે વસવાટ કરતા હોય પણ આ મુખ્ય તહેવારની ઉજવણી માટે કોઈ કચાસ નથી રાખતા, આ ખાસ પ્રસંગ માટે એક ખાસ ચટણી પણ છે આ પર્વ લીમડાના ફૂલ, આમલી,ગુડ, કેરી, કોપરા,તાડીયા વગેરેનું મિશ્રણથી “ઉગાદી પચ્ચડી” બનાવવામાં આવે છે,આ આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ વાનગી પ્રસાદ રૂપે આપી એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે, સુરતમાં વસતા વિશાળ તેલુગુ સમાજ વર્ષોથી આ દિવસની ઉજવણી ખૂબ જ સરસ રીતે કરે છે, આ તહેવાર સાથે ઘણી બધી વિધિ અને પરંપરાઓ જોડાયેલી છે, તહેવારની શરૂઆત સાથે લોકો વહેલા જાગે છે, તેમના ઘરોને સાફ કરે છે, ફૂલોથી શણગારે છે, આંબાના પાંદડાને તોરણ દરવાજા ની સાથે બાંધે છે, આ દિવસે સુરતમાં વસતા તેલુગુ સમાજના લોકો લિંબાયત પ્રતાપનગર સ્થિત માર્કંડેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં એકત્રિત થાય છે, મંદિરમાં ભક્તિભય વાતાવરણ માં હર્ષોલ્લાસ સાથે પૂજા અર્ચના સાથે જ્યોતિષો દ્વારા નવા વર્ષના દેશ દુનિયાના ભવિષ્ય સાથે પોતાના અને સ્વજનોના રાશિફળ ની જાણકારી શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કરે છે, અને મંદિરમાં લોકોની ભીડ ઉમટી પડે છે, સમસ્ત તેલુગુ સમાજના લોકોને સુરત તેલગુ આદર્શ મિત્ર મંડળના પ્રમુખ શ્રી ગોને સોમૈયા,મહામંત્રી શ્રી રાપોલુ બુચ્ચીરામુલુ,પદ્મશાલી સમાજના પ્રમુખશ્રી દાસરી શ્રીનિવાસ,મહામંત્રી શ્રી પામુ વેણુ, કોર્પોરેટર શ્રીમતી કવિતાબેન એનાગંદુલા,માજી કોર્પોરેટર શ્રીમતી લક્ષ્મીબેન રાપોલુ,ચીટયાલા રામુ, કુસુમાં શ્રીનિવાસ, નરસિંહ અરકાલ,એલિગેટિ નાગેશ્વાર,વેનંમ શ્રીરામુલું,એડવોકેટ શ્રી સાગર વેલધી,ગુંડુ વિશ્વનાથમ,દાસરી સૂર્યનારાયણ,સતીશ બાલને,પ્રકાશ ચિદરાલા,વેણુ મારા,શ્રી નિવાસ કોડુનુરી,શ્રીનિવાસ યેલગમ, જગદીશ ચેલુમલ્લા વગેરેઓ શુભેચ્છા પાઠવે છે.