શિનોરના સુરાશામળથી દિવેર જતો રસ્તો તદ્દન બિસ્માર, વાહન ચાલકો પરેશાન
શિનોરના સુરાશામળથી દિવેર જતો રસ્તો તદ્દન બિસ્માર, વાહન ચાલકો પરેશાન
શિનોર તાલુકાના સુરાશામળ થી દિવેર જવાનો રસ્તો આશરે ત્રણ કિલોમીટરનો સાત વર્ષથી બનેલ હોવા છતાં રીપેરીંગ ના થવાથી અને રેતી મેટલના ડમ્પરો આ રસ્તેથી પસાર થવાના કારણે હાલ આખો રસ્તો ઉખડ બાખડ થઈને લગભગ બિન ઉપયોગી જેવો થઈ પડ્યો છે. જવાબદાર તંત્ર તાત્કાલિક મરામત કરાવે એવી માંગ ઉઠેલ છે.
વડોદરા જિલ્લા પંચાયતના ડભોઇ પેટા વિભાગ માં સમાવિષ્ટ થયેલ શિનોર તાલુકાના સુરાસામળ ગામથી દિવેર ગામ જવાનો રસ્તો હાલમાં ખૂબ જ બગડી ગયેલ છે, આ રસ્તા ઉપર થી માલસર તરફથી રેતી, મેટલ અને ગ્રેવલ લઈને આવતી વિશાળ ગાડીઓ ટૂંકા રસ્તા ના કારણે રાત્રિના અવર અવર કરે છે ,જેના કારણે આ રસ્તો હાલમાં સદંતર બગડી ગયેલ છે, માર્ગ મકાન તંત્ર આ રસ્તા બાબતે ઘોર નિંદ્રાધીન છે અને તાલુકા ની નબળી નેતાગીરી માત્ર ચૂંટણી સમયે દેખા દીધા પછી જનતાના કોઈ પણ કામ માટે દેખાતી નથી ,તેના કારણે જવાબદાર તંત્રને કહેવાતા નેતાઓ દ્વારા યોગ્ય રજૂઆતો પણ કરવામાં આવેલ નથી. જેના કારણે હાલમાં આ રસ્તાની આજુબાજુ આવેલા ખેતરોના માલિકોને પણ પોતાના ખેતરમાંથી ઉગાડેલ માલ ગામ પર લાવવામાં ભારે તકલીફ ઉઠાવવી પડે છે. માર્ગ મકાન તંત્ર ડભોઇ સબ ડિવિઝન ના નાયબ કાર્યપાલક ઇજનેર તથા મદદનીશ ઇજનેર જાતે મુલાકાત લઈને આ રસ્તા નો સ્વ અનુભવ કરે અને તાત્કાલિક ધોરણે મરામત કરાવી આપે એવી આ પંથકની માંગ છે.