કૃષિ

વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષતામાં ઓલપાડ તાલુકાના પારડી કોબા ગામે આવી પહોંચેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના રથનું ભવ્ય સ્વાગત કરાયું

’વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી સરકારની પ્રજાલક્ષી યોજનાઓના લાભો જનજન સુધી પહોંચાડવા અમે કટિબદ્ધ છીએ’ : મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ

સુરતઃગુરુવાર: કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી સુરતના ઓલપાડ તાલુકાના પારડી કોબા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ તેમજ ગ્રામજનોએ સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. મંત્રીશ્રીના હસ્તે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું હતું.

આ પ્રસંગે મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી સરકારની પ્રજાલક્ષી યોજનાઓના લાભો જનજન સુધી પહોંચાડવા અમે કટિબદ્ધ છીએ. જરૂરિયાતમંદ લોકોને વિવિધ યોજનાકીય લાભોથી લાભાન્વિત કરાઈ રહ્યા છે. ગામથી લઈ દેશના વિકાસ માટે આપણે સહિયારૂ યોગદાન આપીએ એવો મત તેમણે વ્યક્ત કરી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભાશય જણાવ્યો હતો.

વધુમાં તેમણે જણાવ્યું કે, સરકારે મહિલાઓની ચિંતા કરી ઉજ્વલા યોજના અમલમાં મૂકી છે. જેમાં નિ:શુલ્ક ગેસ કનેક્શન આપી ગામડાંની અનેક મહિલાઓને ચૂલાના અસહ્ય તાપ અને ધુમાડાથી મુક્તિ આપી છે. તેમજ ગંગા સ્વરૂપા બહેનોને દર મહિને ૧૨૫૦ રૂપિયાની નાણાંકીય સહાય આપી તેઓને આર્થિક ટેકો આપ્યો છે.

આ કાર્યક્રમમાં વિવિધ શાખાના અધિકારીઓએ પોષણ અભિયાન, પી.એમ કિસાન સન્માન નિધિ, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ, જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, પશુપાલન માટેની યોજનાઓ જેવી વિવિધ વિભાગોની યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી આપીને તેનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા હતા.

આ અવસરે મંત્રીશ્રીના હસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું હતું. યોજનાના લાભાર્થી સાથે મંત્રીશ્રીએ સંવાદ કર્યો હતો. તેમજ પોષણ અભિયાન, પી.એમ.જે.વાય, સખીમંડળ, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા.

આ પ્રસંગે ઓલપાડ તા.પંચાયત પ્રમુખ ગીતાબેન પટેલ, તા.પંચાયતના ઉપપ્રમુખ કિરણભાઈ, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ લાલુભાઈ પાઠક, કારોબારી અધ્યક્ષ જયેશભાઈ, દંડક કિશોરભાઈ, અગ્રણી, મામલતદાર લક્ષમણભાઈ ચૌધરી, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસર ડો.ચિરાગ પટેલ, આંગણવાડી કાર્યકરો, આરોગ્ય સ્ટાફ, પ્રા.શાળાના શિક્ષકો અને અન્ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ સહિત ગ્રામજનો, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button