ગુજરાત

સુરતના કોસમાડા ખાતે રૂ.૧૦૧ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ઈસ્કોન વરાછા મંદિરનું ભૂમિપૂજન કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

સુરતના કોસમાડા ખાતે રૂ.૧૦૧ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ઈસ્કોન વરાછા મંદિરનું ભૂમિપૂજન કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ


સુરત : વિશ્વભરમાં કૃષ્ણભક્તિનો દીપ પ્રગટાવનાર જગતગુરૂ શ્રીલ પ્રભુપાદજીની દિવ્ય પ્રેરણાથી સુરતના કોસમાડા ખાતે રૂ.૧૦૧ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ઈસ્કોન વરાછા મંદિરનું ભૂમિપૂજન કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું હતું. ગૃહ મંત્રીશ્રીએ ભૂમિપૂજન સ્થળે યજ્ઞમાં આહૂતિ પણ આપી હતી.
એન્થમ સર્કલ, આઇકોનિક રોડ, રિંગ રોડ કેનાલ, કોસમાડા ખાતે ૩.૫૧ લાખ ચોરસ ફૂટમાં નિર્માણ ઈસ્કોન મંદિર પામશે.
આ વેળાએ દાતાઓ-શ્રેષ્ઠીઓને ગૃહ મંત્રીશ્રી તેમજ ઈસ્કોન વરાછા મંદિરના પ્રેસિડેન્ટશ્રી મૂર્તિમાન દાસજીએ પુષ્પગુચ્છ અર્પણ કરી આવકાર્યા હતા.


નોંધનીય છે કે, જગતગુરૂ શ્રીલ પ્રભુપાદજીએ વર્ષ ૧૯૬૬માં ન્યુયોર્કમાં ISKCON- ‘ઈન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્શિયસનેસ (ઈસ્કોન)’ ની સ્થાપના કરી અને દશકમાં જ ઈસ્કોન ૧૦૦થી વધુ દેશોમાં ફેલાયું અને ૧૦૮ મંદિરો, ફાર્મ કોમ્યુનિટી, શાળાાઓ અને સાંસ્કૃતિક કેન્દ્રો ઊભા કર્યા, જ્યાંથી વિશ્વભરના લોકો આધ્યાત્મિકતા અને સમુદાય જીવન સાથે જોડાયા.
આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી. આર. પાટીલ, ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા, વન અને પર્યાવરણ રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, સાંસદ મુકેશભાઈ દલાલ, રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા, ઈસ્કોન વરાછા મંદિર તથા ઈસ્કોન વરાછા ભકતવૃંદના પ્રેસિડેન્ટશ્રી મૂર્તિમાન દાસ, જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી, મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલ, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, રેન્જ આઈ.જી. પ્રેમવીર સિંઘ, જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા, ગુરુપ્રસાદ સ્વામી મહારાજ, લોકનાથ મહારાજ, સમાજસેવી મહેશભાઈ સવાણી, અગ્રણી લવજીભાઈ ડાલિયા, ઉદ્યોગપતિ મુકેશ પટેલ, અને શ્રીકૃષ્ણ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button