ગુજરાત

લિંબાયત-ડિંડોલી જોડતા અંડરપાસ’નું લોકાર્પણ કરતા કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલ

રૂ.૫૩.૫૮ કરોડના ખર્ચે લિંબાયતના ઉધના યાર્ડ ખાતે નવનિર્મિત ‘લિંબાયત-ડિંડોલી જોડતા અંડરપાસ’નું લોકાર્પણ કરતા કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલ
સુરત શહેરમાં બીઆરટીએસનો સૌથી લાંબો રૂટ છે, એ જ રીતે ગુજરાતનો સૌથી લાંબો અંડરપાસ પણ અહીં નિર્માણ પામ્યો
અંડરપાસથી સમય અને ઈંધણની બચત થતા ઉદ્યોગકારોને તેમના વ્યવસાયનો વ્યાપ વધારવામાં ઉપયોગી નીવડશે :કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલ

 

કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલ હસ્તે સુરત મહાનગર પાલિકા દ્વારા સાઉથ ઈસ્ટ ઝોન (લિંબાયત) વિસ્તારમાં ઉધના યાર્ડ ખાતે, સુરત-ભુસાવલ રેલ્વે લાઇન પર આવેલા સાઈબાબા મંદિર નજીક રૂ.૫૩.૫૮ કરોડના ખર્ચે નિર્માણ થયેલા ‘લિંબાયત-ડિંડોલી જોડતા અંડરપાસ’નું લોકાર્પણ કરાયું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સુરત શહેરમાં ગુજરાતનો સૌથી લાંબો ૫૦૩ મીટરની લંબાઈનો અંડરપાસ નિર્માણ પામ્યો છે. મહાનગર પાલિકા અને રેલ્વેની સંયુક્ત ભાગીદારીથી રૂ.૫૩.૫૮ કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. અગાઉ લોકોએ ૨ થી ૩ કિલોમીટરનો લાંબે ફરી આવવું પડતું હતું, પરંતુ હવે અંડરપાસ બનતા માત્ર ૫૦૦ મીટરમાં જ પોતાના સ્થળે પહોંચી શકશે. બ્રિજ વાહનવ્યવહારમાં જીવાદોરી સમાન હોય છે, ત્યારે લિંબાયત -ડિંડોલીને જોડતા અંડરપાસથી સમય અને ઈંધણની બચત થતા ઉદ્યોગકારો સહિત વાહનચાલકોને તેમના વ્યવસાયનો વ્યાપ વધારવામાં ઉપયોગી નીવડશે.
વધુમાં તેમણે ઉમેર્યું કે, લિંબાયત -ડિંડોલી જોડતા નવનિર્મિત અંડરપાસ ઉપરથી સાત રેલ્વે લાઇન પસાર થાય છે, એવો સૌથી લાંબો અંડરપાસ છે, જેમાં ઓક્સિજનની માત્રા ઘટી ન જાય તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સુરત શહેરમાં બીઆરટીએસનો સૌથી લાંબો રૂટ છે, એ જ રીતે ગુજરાતનો સૌથી લાંબો અંડરપાસ પણ અહીં નિર્માણ પામ્યો છે. જે બદલ મહાનગર પાલિકાની આ કામગીરીની બદલ અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે મેયરશ્રી દક્ષેશભાઈ માવાણી, સાસંદશ્રી મુકેશભાઇ દલાલ, ધારાસભ્ય સર્વશ્રી સંગીતાબેન પાટીલ, પુર્ણેશભાઇ મોદી, પ્રવિણભાઇ ઘોઘારી, મનુભાઇ પટેલ, ડેપ્યુટી મેયર ડૉ.નરેન્દ્ર પાટીલ, સ્થાયી સમિતિના ચેરમેન રાજન પટેલ, દંડકશ્રી ધર્મેશભાઈ વાણીયાવાલા, કોર્પોરેટરોશ્રીઓ, સમાજના અગ્રણીઓ, મનપાના કર્મચારી સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button