ક્રાઇમ
વ્યાજખોર ધર્મેન્દ્ર ઉર્ફે લાલીને પાસા હેઠળ ભૂજ જેલ ધકેલ્યો
વ્યાજખોર ધર્મેન્દ્ર ઉર્ફે લાલીને પાસા હેઠળ ભૂજ જેલ ધકેલ્યો
વ્યાજખોરીના કેસમાં જામીન મુક્ત થયેલા ધર્મેન્દ્ર ઉર્ફે લાલીની ઉધના પોલીસે પાસામાં અટકાયત કરી ભૂજ જેલ મોકલી આપ્યો હતો. અલથાણ આશીર્વાદ હોમ્સમાં રહેતાં ધર્મેન્દ્ર ઉર્ફે લાલી અમરસિંહ હંજરા ઉ.વ.૫૧ વિરૂદ્ધ ઉધના પોલીસે વ્યાજખોરીને લગતા ગુના નોંધ્યા હતા. ઉધના પ્રભુનગરમાં અમરનિવાસમાં ફાયનાન્સની ઓફિસની આડમાં વ્યાજખોરીની વસૂલાત કરતા લાલી વિરૂદ્ધ ભોગ બનનાર વ્યÂક્તઓ બહાર આવ્યા હતા. જેમાં તેની ધરપકડ પણ કરાઇ હતી. ધરપકડ બાદ જામીન મુક્ત થયેલા લાલીને પાસામાં અટકાયત કરવાનો હુકમ પોલીસ કમિશનરે કરતાં ઉધના પોલીસે તેની અટકાયત કરી ભૂજ જેલ રવાના કર્યો હતો.