વર્સુની દ્વારા ગુજરાતના અમદાવાદમાં તેનો પ્રથમ ઈમર્સિવ ફ્લેગશિપ સ્ટોર શરૂ
જાન્યુઆરી, 2024– વર્સુની ઈન્ડિયા દ્વારા ભારતમાં અમદાવાદ ખાતે તેનો પ્રથમ ફિલિપ્સ ફ્લેગશિપ સ્ટોર આલાપ ઈલેક્ટ્રોનિક્સ શરૂ કરવામાં આવ્યો છે. આ યાદગાર અવસર ઈનોવેશન અને ઉત્તમ ગ્રાહક અનુભવો પ્રત્યે બ્રાન્ડની મજબૂત સમર્પિતતામાં પૂરતી સિદ્ધિ છે, જે આલાપ ઈલેક્ટ્રોનિક્સ સાથે તેની ત્રણ દાયકાની ભાગીદારીને વધુ મજબૂત બનાવે છે. આ ભવ્ય શુભારંભની ઉજવણી કરવા માટે સ્ટોર ગ્રાહકો માટે વિશેષ 3 દિવસની ઓફર ચલાવશે, જ્યાં તેઓ સંપૂર્ણ ફિલિપ્સ એપ્લાયન્સીસની શ્રેણી પર 25 ટકા ડિસ્કાઉન્ટ મેળવી શકે અને રૂ. 8400સુધી એક વર્ષ સુધી મુવીની ઓફર મેળવી શકે છે!
વર્સુની ઈન્ડિયાના ફિલિપ્સ બ્રાન્ડના બિઝનેસ હેડ માણિક મહાજને આ વિશે ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું કે, “અમદાવાદમાં આ ફ્લેગશિપ સ્ટોર ભારતમાં અમારી ઘેરી કટિબદ્ધતા આલેખિત કરે છે અને આલાપ ઈલેક્ટ્રોનિક્સ સાથે અમારા સંબંધમાં નવો અધ્યાય સ્થાપિત કરે છે.
દાયકાઓથી આલાપ ઈનોવેશન અને ગ્રાહક સંતોષ માટે અમારી લગનીનું આદાનપ્રદાન કરતી દાખલારૂપ ભાગીદાર છે. આજે અમે આ વારસાની ઉજવણી કરી રહ્યા છીએ અને સમૃદ્ધ પ્રવાસે નીકળી પડ્યા છીએ જ્યાં ટેકનોલોજી આરામ અને સુવિધા સાથે સહજતાથી સંમિશ્રિત કરે છે.”
બે માળમાં 2500 ચોરસફીટમાં ફેલાયેલો આ સ્ટોર પારંપરિક રિટેઈલ સ્પેસની પાર રોમાંચક પ્રયોગાત્મક ઝોન બની રહેશે. દરેક માળમાં ઈન્ટરએક્ટિવ ડિસ્પ્લેઝ અને અત્યાધુનિક ફિલિપ્સ સ્માર્ટ એપ્લાયન્સીસ છે. ગ્રાઉન્ડ લેવલ પર ગ્રાહકો ઈન્ટરએક્ટિવ કિચન્સ સાથે ખાણીપીણી માણી શકે છે, લાઈવ ડેમોન્સ્ટ્રેશન્સ સાથે ગારમેન્ટ્સની સ્મૂથનેસ અનુભવી શકે છે અને કનેક્ટેડ હોમ સિક્યુરિટી સોલ્યુશન્સ થકી મનની શાંતિ મેળવી શકે છે. દરેક ખૂણો ફિલિપ્સે રોજબરોજનું જીવન કઈ રીતે બદલી નાખ્યું તેની ખોજ કરવા માટે તમને સ્પર્શ કરવા, અજમાવવા અને ખોજ કરવા માટે આમંત્રિત કરે છે.