વસઈના રિયલ એસ્ટેટ માર્કેટમાં દહાણુ, વાપી, વલસાડ અને ઉમરગાંવના રોકાણકારોની ઝડપથી વધી રહી છે માંગ
વસઈના રિયલ એસ્ટેટ માર્કેટમાં દહાણુ, વાપી, વલસાડ અને ઉમરગાંવના રોકાણકારોની ઝડપથી વધી રહી છે માંગ
વસઈ, એક સમયે 1500ના દાયકામાં પોર્ટુગીઝો માટે મુંબઈનું પ્રવેશદ્વાર હતું, જે હાલ એક સમૃદ્ધ આધુનિક હબમાં પરિવર્તિત થઈ ચૂક્યું છે. ટોપ-ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નિંરતર વિકાસ સાથે, તે હવે એક રિયલ એસ્ટેટ રોકાણના મુખ્ય સ્થળ તરીકે જોવા મળી રહ્યું છે. તેની ઉત્કૃષ્ટ કનેક્ટિવિટી તેમજ આગામી વર્ષોમાં 12%થી 15% સુધીની રોકાણ પર મજબૂત વળતર (આરઓઆઈ) વૃદ્ધિ સાથે વસઈ એક આકર્ષક વિકલ્પ બની ગયું છે. મુખ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ વૃદ્ધિને ગતિ આપી રહ્યાં હોવાથી વસઈ શાંતિમય સ્થળ બની રહ્યું છે, જે સુવિધા અને લાંબા ગાળાના મૂલ્યનું મિશ્રણ છે. જે તેને ઘર ખરીદનારાઓ અને રોકાણકારો માટે એક આદર્શ પસંદગી બનાવે છે, ખાસ કરીને તે લોકો માટે જેઓ દહાણુ, વાપી, વલસાડ અને ઉમરગાંવ જેવા દૂરના વિસ્તારોમાંથી દરરોજ મુંબઈ આવન-જાવન કરે છે.
નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની લહેરનો લાભ ઉઠાવવાની સ્થિતિ સાથે વસઈ ઘર ખરીદનારાઓ અને રોકાણકારો માટે મુખ્ય સ્થળ તરીકે ઉભરી રહ્યું છે. વસઈ-વિરાર મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ (વીવીએમટી) અને સ્ટેટ ટ્રાન્સપોર્ટ (એસટી) જેવી પરિવહન સેવાઓ તેમજ મુંબઈની સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવે લાઈન સાથેના વ્યૂહાત્મક બેવડા સંપર્ક સાથે, આ વિસ્તાર સંમોહક રહેણાંક આકર્ષણ પૂરૂં પાડે છે. વિરાર-અલીબાગ કોરિડોર, ભાયંદર-વસાઈ સી લિંક અને મેટ્રો લાઇન 13 સહિતની આગામી પહેલો મુંબઈના ઉપનગરો અને વ્યવસાયિક જિલ્લાઓ સુધીની પહોંચ વધુ શ્રેષ્ઠ બનશે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન અને નવી મુંબઈ એરપોર્ટ સુધી વસઈ-દિવા-પનવેલ રેલ્વે લાઇનનું વિસ્તરણ, પાલઘરમાં સૂચિત ત્રીજા એરપોર્ટ જેવા મુખ્ય વિકાસથી પ્રાદેશિક સંપર્કને વધુ વેગ મળશે અને વસઈના રિયલ એસ્ટેટ માર્કેટમાં માંગ વધારો કરશે. વધુમાં, સૂર્ય રીજનલ વોટર સ્કિમ પાણીની સમસ્યાઓનો ઉકેલ લાવશે, તેમજ વાધવન પોર્ટ પ્રોજેક્ટ વસઈને લોજિસ્ટિક્સ અને મેરીટાઇમ હબ તરીકે સ્થાન આપે છે. થાણે સાથેની તેની નિકટતા કે જ્યાં 34 નવા મેગા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે, તેના પ્રત્યેના આકર્ષણને વધારે છે, જે સમગ્ર મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)માં આર્થિક વૃદ્ધિ અને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપે છે. ઉન્નત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને આર્થિક વિસ્તરણનો આ સંગમ વસઈને ઘર અને સ્માર્ટ રોકાણ બંનેની ઈચ્છા ધરાવતા લોકો માટે એક આદર્શ પસંદગી બનાવે છે.
“એમએમઆરની અંદર વસઈનું વ્યૂહાત્મક સ્થાન બેજોડ કનેક્ટિવિટી પૂરી પાડે છે, જેથી અહીંના રહેવાસીઓ કામની સગવડતા અને શાંતિપૂર્ણ જીવનશૈલી બંનેનો આનંદ માણી શકે છે. મુખ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ સાથે વસઈ એક સંપન્ન કેન્દ્ર તરીકે વિકસિત થઈ રહ્યું છે તેમજ સ્થિરતા અને લાંબા ગાળાની વૃદ્ધિ ઈચ્છતા પરિવારો અને વ્યાવસાયિકોને આકર્ષિત કરી રહ્યું છે. વસઈ હવે માત્ર એક ઉપનગર નથી રહ્યું- તે પોતાની રીતે જ એક ગંતવ્ય સ્થળ બની રહ્યું છે.” – તેમ શ્રી જશ પંચમિયા, મેનેજમેન્ટ, સુરક્ષા સ્માર્ટ સિટી જણાવે છે.
કનેક્ટિવિટી અને હાઉસિંગ એફોર્ડેબિલિટી ઉપરાંત, વસઈમાં સારી રીતે વિકસિત સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે જે વસવાટના અનુભવમાં વધારો કરે છે. વસઈમાં ગુણવત્તાયુક્ત શાળાઓ, હોસ્પિટલો, શોપિંગ અને મનોરંજનની સુવિધાઓ ઉપલબ્ધ છે, જે રહેવાસીઓને આવશ્યક સુવિધાઓ અને સંપૂર્ણ જીવનશૈલીની અનુકૂળ પહોંચ પૂરી પાડે છે, જેથી તે મૂલ્ય ઈચ્છુક ઘર ખરીદનારાઓ માટે એક આદર્શ બની જાય છે.