ઉપાસના ધામ, વેમાર મંદિરે શાકોત્સવનું સુંદર આયોજન કરાયું

ઉપાસના ધામ, વેમાર મંદિરે શાકોત્સવનું સુંદર આયોજન કરાયું
ઉપાસના ધામ, વેમાર મંદિરે શ્રી ધામ ધામી મુકતો, પ્રગટ ગુરૂહરિ સંત ભગવંત સાહેબજી મહારાજ અને અન્ય સ્વરુપો નાં દિવ્ય સન્મુખે તારીખ 17 નવેમ્બર 2024 સાંજના ચાર કલાકે નવેમ્બર મહિના ની કીર્તન આરાધના સાથે શાકોત્સવ નું સુંદર આયોજન કરવામાં આવ્યું.
આ સમૈયો ઉત્સવ માં બ્રહમજ્યોતી,મોગરીથી સાધુ પૂ. સતીષદાસજી અને સાધુ પૂ. ઉત્પલદાસજી પધાર્યા સાથે ગૃહસ્થ ભક્તો પૂ.શંકરભાઈ,વડોદરા, પૂ. આશિષભાઈ, પૂ.મેહુલભાઈ સાથે કાનમ અને વડોદરા પ્રદેશ નાં મુકતો પધાર્યા. કીર્તન આરાધના ના ભજનોથી સૌ મંત્રમુગ્ધ બન્યા હતા.
સંત ભગવંત સાહેબજી મહારાજ જ્યારે આણંદ ભણતા ત્યારે જે યુનિવર્સિટી હોસ્ટેલ રૂમ નં.14માં રહેતા ત્યારે બ્રહ્મ સ્વરૂપ ગુરૂહરિ યોગીજી મહારાજે 1964 નાં વર્ષમાં સાહેબજીને હોસ્ટેલ માં મંદિર કરવાની આજ્ઞા કરી હતી.એ આજ્ઞા ને સાહેબજી મહારાજ સાથે અષ્ટસખા એ શિરે ચઢાવી ને હોસ્ટેલ માં મંદિર કર્યું અને તે મંદિર ની પ્રથમ આરતી બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે કરી.
એ આજ્ઞા ને લઈને સાહેબજી મહારાજે પ્રથમ મંદિર બાદ ઘણા બધા સ્થાવર અને જંગમ મંદિર નાં નિર્માણ કર્યા. ભારત, અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા, કેનેડા વગેરે દેશો માં મંદિર નાં નિર્માણ થયાનાં આ આજ્ઞા ને 60 વર્ષ થતાં એની સ્મૃતિ સાથે વેમાર નાં મુકતો એ સુંદર મંદિર નિર્માણ નાં 60 વર્ષ નાં સિમ્બોલ સાથે શાકોત્સવની ગોઠવણી કરી.
શ્રીજી મહારાજે લોયાધામ માં સ્વહસ્તે 60 મણ રીંગણ નાં રવૈયા નું શાક બનાવી ને સૌ પ્રથમ શાકોત્સવની ઉજવણી કરી હતી, એની સ્મૃતિ સહિત શાકોત્સવ માં વેમાર મંદિર નાં મુકતો નાં ભાવ આ ગોઠવણીમાં દર્શન થતા હતા.પૂ. ચંદ્રકાંતભાઈ એ સ્વાગત અને પ્રાસંગિક પ્રવચન કર્યું અને સાધુ પૂ. ઉત્પલદાસજી અને સાધુ પૂ.સતીષ દાસજી એ આશિર્વાદ આપતા કહ્યું કે ભગવાન શ્રીજી મહારાજે 198 વર્ષ પહેલાં 16 મણ ઘી અને 60 મણ રીંગણ ના શાકોત્સવની ઉજવણી કરી હતી. આજે અહીંયા પ્રતીક રૂપે 60 વર્ષ નું ડેકોરેશન છે ,તેમાં સાહેબજી ની વાત કરીએ તો એક નાના મંદિર થી લઈને મોટા મોટા શિખરબદ્ધ મંદિર બનાવ્યા ,એ સાહેબદાદા નાં ભગવત સ્વરૂપ નાં દર્શન થાય છે. ભગવાનનાં સ્વરૂપમાં વૃત્તિ જોડી સાહેબજી ને કેમ કરીને રાજી કરી શકાય, ભગવાનનાં ભક્તો ની ભક્તિ કરી સાહેબજી ને રાજી કરવાનો ઉપાય બતાવ્યો. સાકોત્સવની મહાપ્રસાદી પછી દરેક ભક્તોને પ્રસાદી રૂપે ગોઠવેલા શાક ની પ્રસાદી આપી.