વીર નર્મદ યુનિવર્સિટીએ તેના ૫૫ વર્ષના ઈતિહાસમાં પહેલીવાર મરણોપરાંત પી.એચ.ડી. ડિગ્રી એનાયત કરી

વીર નર્મદ યુનિવર્સિટીએ તેના ૫૫ વર્ષના ઈતિહાસમાં પહેલીવાર મરણોપરાંત પી.એચ.ડી. ડિગ્રી એનાયત કરી
નર્મદ યુનિ.ના ૫૫માં પદવીદાન સમારોહમાં બરફીવાલા કોલેજના આસિ. પ્રોફેસર સ્વ.મોહિતકુમાર પ્રકાશચંદ્ર પટેલને મરણોપરાંત પી.એચ.ડી.ની ડિગ્રી આપવામાં આવી હતી. રાજ્યપાલશ્રીના હસ્તે આ પદવી સ્વ.મોહિતકુમારના જોડિયા દીકરા તીર્થ અને તથ્યએ સ્વીકારી હતી.
નર્મદ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કે.એન.ચાવડાના માર્ગદર્શન હેઠળ વર્ષ-૨૦૨૦ માં સ્વ.મોહિતકુમાર પટેલ પ્લાસ્ટિક વિષય પર પીએચ.ડીનો અભ્યાસ કરી રહ્યા હતા. અભ્યાસ દરમ્યાન તમામ સંશોધન પૂર્ણ કરીને પીએચ.ડી.નો થીસીસ પણ તૈયાર કરી લીધો હતો. આ દરમ્યાન જ તેમને બ્રેઈન સ્ટોક આવતા સારવાર દરમ્યાન તેમનું દુઃખદ અવસાન થયુ હતુ. યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સીલ દ્વારા માનવતાવાદી અભિગમ દાખવીને મરણોતર પીએચ.ડીની ડિગ્રી એનાયત કરવાનો નિર્ણય લેવાયો હતો. જેથી આજે સમારંભમાં સ્વ.પ્રોફેસરના બે સંતાનોને સ્ટેજ પર બોલાવીને પિતાજીની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.