વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરતા ઉમરપાડા તાલુકાના વડગામ અને ડોગરીપાડા ગામના ગ્રામવાસીઓ

સુરતઃમંગળવાર કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી સુરતના ઉમરપાડા તાલુકાના વડગામ અને ડોગરીપાડા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરાઇ વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
આ પ્રસંગે વિવિધ શાખાઓ દ્વારા કેન્દ્ર અને રાજય સરકારની પોષણ અભિયાન, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ,જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, પશુપાલન માટેની યોજનાઓ જેવી વિવિધ વિભાગોની યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં હતી.
આ અવસરે મહાનુભવોના હસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પોષણ અભિયાન, પી.એમ.જે.વાય, સખી મંડળ, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા.
આ પ્રસંગે વડગામ અને ડોંગરીપાડા ગામે ધારાસભ્ય ગણપતસિંહ વસાવા , પૂર્વ કારોબારી અધ્યક્ષ રાજુભાઇ વસાવા, મદદનીશ ખેતી નિયામક એ.સી.ગામીત, મહિલા અને બાળકલ્યાણ ના અધ્યક્ષ દરિયાબેન, તા.પાં.પ્રમુખ રમેશભાઈ, ઉપપ્રમુખ કેશુંબેન,તા. પં.પૂર્વ પ્રમુખ શારદાબેન,TDO પઠાણભાઈ, ATDO હેમુભાઇ, તા.પં.સદસ્ય ઇન્દુબેન, તા.પં.સદસ્ય વાડી પ્રવીણભાઈ, મહામંત્રી અર્જુનભાઈ, અમિસભાઈ, તા.પૂર્વ કારોબારી અધ્યક્ષ મોહન ભાઈ, તલાટી બીનાબેન, સરપંચ વડગામ જીવણભાઈ, સરપંચ ખોટા રામપુર ચંદનબેન, ડે.સરપંચ રૂમાંબેન, મુખ્ય સેવિકા પ્રિયંકા બેન, આંગણવાડી તેડાગર અન્ય વિભાગ ના અધિકારી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.