એસ એસ વી શાળા ના બાળકો ની Vegetables and Fruit Market ની મુલાકાત

એસ એસ વી શાળા ના બાળકો ની Vegetables and Fruit Market ની મુલાકાત
ફિલ્ડ ટ્રીપ એ એક શ્રેષ્ઠ સાધન છે જેના દ્વારા દરેક વિદ્યાર્થીને વાસ્તવિક દુનિયાના અનુભવો પ્રદાન કરવા માટે કરી શકીએ છીએ. આ અનુસંધાને 19મી ડિસેમ્બર, 2023 ના રોજ ગાંધીનગર ખાતે આવેલી એસ. એસ વી કેમ્પસ ના ધોરણ -1 ના વિદ્યાર્થીઓ માટે ” Vegetables and Fruit Market Educational field trip” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 40 વિદ્યાર્થીઓ, 2 શિક્ષકો અને 1 આયા બહેન સાથે હતા.શિક્ષક દ્વારા બાળકોને અલગ અલગ શાકભાજી તેમજ ફળના નામ,રંગ તેમજ તેની ઓળખ આપવામાં આવી.
બાળકોએ ત્યાંના વિક્રેતાઓ સાથે વાતચીત કરવા માટે ખૂબ જ ઉત્સાહિત હતા. તેઓ એ પણ શીખ્યા કે બજારમાં કઈ રીતે ખરીદી કરી શકાય. મુલાકાત ની સાથે સાથે બાળકો કેટલાક ફળ તેમજ શાકભાજી ની ખરીદી પણ કરી.આમ, ફીલ્ડ ટ્રિપ વધુ ફાયદાકારક બને છે જ્યારે તે અભ્યાસક્રમમાં આવરી લેવામાં આવેલા વિષયો સાથે સંબંધિત હોય છે.