‘જ્યાં અન્નનો ટુકડો ત્યાં હરિ ઢુકડો’ આ આપણી પારંપરિત તેમજ જૂની લોક બોલીની કહેવત આજે પણ એટલી જ વજનવાળી અને સાર્થક છે.

‘જ્યાં અન્નનો ટુકડો ત્યાં હરિ ઢુકડો’ આ આપણી પારંપરિત તેમજ જૂની લોક બોલીની કહેવત આજે પણ એટલી જ વજનવાળી અને સાર્થક છે.
ગત રવિવારે ભાવનગર જિલ્લાના, જેસર મહુવા તાલુકાના હિપાવડલી ગામની લગભગ 14 થી 15 જેટલી અટકના પટેલ યુવા ગ્રુપ દ્વારા સુરતમાં એક સ્નેહ મિલન તેમજ સન્માન કાર્યક્રમ દ્વારા ખૂબ જ શિષ્ટ કહી શકાય તેવુ કાર્ય કરવામાં આવ્યું. જેમાં ખાસ ‘અપના ઘર’ શબ્દને વધારે ઉપમા આપવામાં આવી હતી. સુરતમાં રહેતા યુવાનોને હંમેશા ગામડે રહેતા કે વતનમાં રહેતા વૃદ્ધો તથા એકલા પરિવારનું જમવાની વ્યવસ્થા નો ચિંતાનો હલ કર્યો. છેલ્લા બે વર્ષથી ગામના દરેક સભ્યો વૃદ્ધ, બિમાર કે એકલા રહેતા હોય તેવા તમામ પરિવારને નાત જાત જોયા વગર નિશુલ્ક ટિફિન આપવામાં આવે છે. આ ઉમદા હેતુથી સુરતમાં ખૂબ જ સારી રીતે દાન ભેગું કરી આજીવન આવી સેવા ચાલુ રહેવાનો રાખવાનો નિર્ણય કર્યો. જે માતા-પિતાના સંતાન હાલમાં શહેરમાં કે વિદેશમાં રહેતા હોય તેમણે ભોજન ની ચિંતા કરવાની રહેતી નથી. આ સેવામાં બે ટાઈમ, બપોર અને સાંજે દૂધ-છાશ સાથે ફૂલ થાળી પીરસવામાં આવે છે તેની સાથે સાથે બધાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવામાં આવે છે આ કાર્યમાં અધ્યક્ષ સ્થાને ધીરુભાઈ શામજીભાઈ કપોપરા તેમજ જેન્તીભાઈ વાલાભાઈ કોલડીયા સાથે સાથે દિનેશભાઈ,દેવચંદભાઈ, નંદલાલભાઈ કપોપરા જેવા ઘણા લોકોએ ખૂબ જ દાન પણ નોંધાવ્યા અને સાથે સાથે આ સેવા આજીવન ચાલુ રાખવાનો મક્કમ નિર્ણય પણ કર્યો. આ સમગ્ર કાર્યનો ખુબ જ સફળ સંચાલન મનીષા રામાણી કપોપરાએ ગામના વિકાસ માટે દાન ભેગું કરવા અથાક પ્રયત્નો પણ કર્યા.