પ્રાદેશિક સમાચાર

‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા-૨૦૨૩’ને સુરત જિલ્લામાં વ્યાપક જનપ્રતિસાદ

૨૧ દિવસ દરમિયાન ૯૧,૨૧૪ જેટલા લાભાર્થીઓ સરકારની કલ્યાણકારી યોજનાકીય સહાયથી લાભાન્વિત

જિલ્લામાં ૧૫૨૯૨ નવા આયુષ્યમાન કાર્ડ બનાવાયાઃ વિવિધ આરોગ્ય કેમ્પમાં ૧૭,૫૭૬ થી વધુ વ્યક્તિઓની તપાસ કરાઈ

સુરતઃબુધવારઃ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશભરમાં આયોજિત ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા-૨૦૨૩’ને સુરત જિલ્લામાં ગામે-ગામ વ્યાપક જનપ્રતિસાદ મળી રહ્યો છે. કેન્દ્ર તથા રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓના લાભો લાભાર્થીઓને ઘરઆંગણે આપવાનું કાર્ય થઈ રહ્યું છે. તા.૧૫મી નવેમ્બરથી સુરત જિલ્લામાં શરૂ થયેલી સંકલ્પ યાત્રામાં મંત્રીશ્રીઓ, ધારાસભ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખ, જિલ્લા-તાલુકા પંચાયતના પ્રમુખો, સમિતિઓના પ્રમુખ, સદસ્યો, સરપંચો, તાલુકા વિકાસ અધિકારી સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ ગામે-ગામ જઈને યોજનાઓ વિશેની જાણકારી તથા લાભોનું વિતરણ કરી રહ્યા છે. ગ્રામજનોના કામો ઘર બેઠા થતા હોવાથી તેઓએ તાલુકા કે જિલ્લા મથકે જવાની જરૂર પડતી નથી.

સરકારની ૨૭થી વધુ યોજનાઓના લાભોની વાત કરીએ તો જિલ્લાના આઠ તાલુકાઓમાં યાત્રાના પ્રારંભથી તા.૫મી ડિસેમ્બર દરમિયાન ૨૧ દિવસમાં સરકારની વિવિધ યોજનાઓ હેઠળ ૯૧,૨૧૪ જેટલા નાગરિકોને યોજનાના લાભો અર્પણ તથા યોજના હેઠળ નોંધણી કરવામાં આવી છે.

યોજનાકીય લાભોની વિગતો જોઈએ તો ૧૫,૨૯૨ નવા આયુષ્યમાન કાર્ડ બનાવાયા છે. પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ૪,૭૨૧ લાભાર્થીઓ, દીનદયાળ અંત્યોદય યોજના હેઠળ ૧૭૯૧ લાભાર્થીઓ, પીએમ આવાસ યોજના હેઠળ ૧૩૯૪ જરૂરિયાતમંદો, પીએમ વિશ્વકર્મા યોજનામાં ૫૮, કિસાન સન્માન નિધિ હેઠળ ૬,૧૩૧ લાભાર્થીઓને સહાય અથવા સહાય માટેના નામોની નોંધણી કરવામાં આવી છે. કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ ૮૧૬ લાભાર્થીઓને લાભો એનાયત કરાયા હતા.

આ યાત્રા દરમિયાન વિવિધ ગામોમાં આયોજિત આરોગ્ય કેમ્પમાં કુલ ૧૭,૫૭૫ નાગરિકોએ આરોગ્ય તપાસ કરાવી હતી. જયારે ૫,૦૨૦ જેટલા પશુઓની આરોગ્ય ચકાસણી કરાઈ હતી. ઉપરાંત, ૩૨,૮૫ વ્યક્તિઓની ટી.બી.રોગની તપાસ તેમજ ૫૧૩૨ વ્યક્તિઓની સિકલસેલની તપાસ કરાઈ હતી, જ્યારે ઉજ્જવલા યોજના હેઠળ ૨૬૧૩ નામ નોંધવામાં આવ્યા છે. આધાર એનરોલમેન્ટ હેઠળ ૯૪૬, વન ધન વિકાસ કેન્દ્ર હેઠળ ૩૩, એકલવ્ય મોડેલ રેસિડેન્શ્યલ સ્કુલમાં ૩૯ની નોંધણી, જનધન યોજનાના હેઠળ ૨૬૯૧ લાભાર્થીઓ, સ્વામિત્વ યોજના હેઠળ ૭૬, પ્રધાનમંત્રી પોષણ અભિયાન હેઠળ ૨૭૮૬ લાભાર્થીઓ, અટલ પેન્શન યોજના હેઠળ ૪૭૦ તથા સુરક્ષા વીમા યોજના હેઠળ ૧૮૮૧ લાભાર્થીઓ તેમજ જીવનજ્યોતિ વીમા યોજના હેઠળ ૧,૪૭૪ લાભાર્થીઓની નોંધણી કરાઈ હતી. પ્રધાનમંત્રી પ્રનામ- PM PRANAM યોજના હેઠળ ૨૭૬, શિષ્યવૃત્તિ યોજના હેઠળ ૧૬,૦૩૪ લાભાર્થીઓ, નેનો ફર્ટીલાઈઝર યોજના હેઠળ ૬૮૯ લાભાર્થીઓને લાભો એનાયત કરવામાં આવ્યા છે. બાકી રહેલા ગામોમાં પણ રથ ફરી રહ્યો છે, લોકોને વિવિધ યોજનાઓની પાયાની જાણકારી મળે તેમજ યોજનાકીય લાભોથી વંચિત લોકોને ઘરબેઠા લાભો મળી શકે એ માટે ગ્રામજનોએ વધુમાં વધુ જાગૃત્ત થઇને યાત્રામાં સહભાગી થઈ લાભ લેવાનો અનુરોધ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button