કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ
સુરતઃબુધાવરઃ- કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી સુરતના ઓલપાડ તાલુકાના સરસાણા અને કસાદ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરાઇ વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
આ અવસરે પદાધિકારીઓ તથા વિવિધ શાખાઓ દ્વારા કેન્દ્ર અને રાજય સરકારની પોષણ અભિયાન,પ્રધનામંત્રી આવાસ યોજના,ગંગા સહાય યોજના,ઉજ્જવાલા યોજના,પી.એમ કિસાન વય યોજના, પશુપાલન માટેની યોજનાઓ જેવી વિવિધ વિભાગોની યોજનાઓની માહિતી આપી હતી.
આ અવસરે મહાનુભવોના હસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી આઈ.સી.ડી.એસ યોજનાઓના ૧૦ લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. મિશન મંગલમ યોજના,પોષણ અભિયાન, પી.એમ.જે.વાય, સખી મંડળ, ગંગા સહાય યોજના, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના લાભાર્થીઓએ પોતાના અનુભવો વર્ણવ્યા હતા.
આ અવસરે એ. ટી. ડી.ઓ. શ્રી નરેશભાઇ પટેલ, મનોજભાઇ સુરતી સી.કલાર્ક મદદનીશ ઇજનેરશ્રીની કચેરી, શાસક પક્ષના નેતા શ્રી જિજ્ઞેશભા પટેલ, વિસ્તરણ અધિકારી ઉમેશભાઇ પટેલ, વાસ્મો યોજના અધિકારી મેહુલભાઇ કુવાડીયા, સરપંચશ્રી રશ્મિબેન પટેલ, સાજીદભાઇ મલેક, ડો. ચિરાગ પટેલ-તાલુકા આરોગ્ય અધિકારીશ્રી, ડો.ધવલ પટેલ-મેડિકલ ઓફિસરશ્રી કિમ, કર્મચારીઓ, આંગણવાડી કાર્યકર અને તેડાગર, આરોગ્ય સ્ટાફ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.