હાથ અને પગમાં લકવો થઈ ગયેલ દર્દીને વોકહાર્ટ હોસ્પિટલ્સે એક જ મહિનામાં ચાલતા કર્યા
મોરબી ખાતે રહેતા 18 વર્ષના એક યુવાનને બાઇક ઉપરથી પડી જતા ડોકના 7 માં મણકા માં ફ્રેક્ચર થઇ ગયુ હતુ
રાજકોટ, જાન્યુઆરી, 2024 : પથારીવશ થઈ ગયેલ દર્દીને એક જ મહિનામાં ચાલતા કરીને વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટના ન્યુરો એન્ડ સ્પાઈન સર્જન ડૉ. જીગરસિંહ જાડેજાએ ચમત્કાર કરી બતાવ્યો. વાત એમ છે કે, મોરબી ખાતે રહેતાં 18 વર્ષીય એક યુવાનને બાઈક પરથી પડી જતાં ડોકના 7માં મણકા માં ફ્રેક્ચર થઈ ગયુ હતુ, તેના કારણે કરોડરજ્જુ દબાઈ જવાથી હાથ અને પગમાં લકવો થઈ ગયો હતો. દર્દી સંપૂર્ણપણે પથારીવશ થઈ ગયા હતા. તેમના ચાલવાની તેમના પરિવારને કોઈ આશા લાગી રહી ન હતી. આવી જટિલ સ્થિતિમાં તેમને વોકહાર્ટ હોસ્પિટલ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પોતાની સૂઝ-બુઝથી વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટના બ્રેઈન અને સ્પાઇન સર્જન ડૉ. જીગરસિંહ જાડેજા દ્વારા આ દર્દીનું ઓપરેશન કરવામાં આવ્યું અને સાથમાં દૂર કરીને તેની જગ્યાએ ઈમ્પ્લાન્ટ કરીને સ્ક્રુ ફિટ કરવામાં આવ્યા.
ડૉ. જીગરસિંહ જાડેજા જણાવે છે કે, “યુવાનને જ્યારે ઇમર્જન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે તેમની ડોક ના 7 માં મણકા માં ફ્રેક્ચર થઈ ગયું હતું અને હાથ- પગમાં લકવો થઈ ગયો હતો. આ સ્થિતિમાં ઓપરેશન કરવું અમારા માટે પણ જટિલ સ્થિતિ હતી. પણ અમે તેમનું સફળ ઓપરેશન કર્યું અને માત્ર એક જ મહિનામાં દર્દી પહેલાની જેમ કોઈપણ ખોડખાપણ વગર હવે ચાલી શકે છે.”
વોકહાર્ટ હોસ્પિટલ્સ વિશે:
કેરિંગ અને ઇનોવેશનના ટ્રેડિશન સાથેની અગ્રણી હેલ્થકેર સર્વિસ પ્રોવાઇડર, વોકહાર્ટ હોસ્પિટલ્સે 1989માં કોલકત્તામાં મેડિકલ સેન્ટર સાથે તેની પ્રથમ કામગીરી શરૂ કરી હતી. વોકહાર્ટ લિમિટેડ એ ભારતની પાંચમી સૌથી મોટી ફાર્માસ્યુટિકલ અને હેલ્થકેર ફર્મ છે, જે વિશ્વના 20 દેશોમાં પોતાની કામગીરી દર્શાવે છે.