સ્પોર્ટ્સ

મહિલા T20 વર્લ્ડ કપઃ ભારતને 9 રને હરાવી ઓસ્ટ્રેલિયાનો સેમીફાઈનલમાં પ્રવેશ 

મહિલા T20 વર્લ્ડ કપઃ ભારતને 9 રને હરાવી ઓસ્ટ્રેલિયાનો સેમીફાઈનલમાં પ્રવેશ

 

શારજાહઃ મહિલા ટી20 વર્લ્ડ કપ 2024ની છેલ્લી ગ્રુપ મેચમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ છે. ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમનો 9 રને વિજય થયો હતો. ગ્રુપ Aની મેચમાં પહેલા રમતા ઓસ્ટ્રેલિયાએ આઠ વિકેટે 151 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ 9 વિકેટે 142 રન જ બનાવી શકી હતી. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ પણ સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ હારથી ભારતની સેમીફાઈનલમાં જવાની આશા લગભગ ખતમ થઈ ગઈ છે. પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચના પરિણામ બાદ ભારત અંતિમ ચારમાં પહોંચશે તે નિશ્ચિત બની જશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button