વિશ્વ એઇડ્સ દિવસ: નર્સિંગ વિદ્યાર્થીઓએ રેલી અને શેરી નાટકનું આયોજન
વિશ્વ એઇડ્સ દિવસ: નર્સિંગ વિદ્યાર્થીઓએ રેલી અને શેરી નાટકનું આયોજન
“Take the rights path: My health, My right!” થીમ સાથે જાગૃતિનો સંદેશ અપાયોઃ
વિદ્યાર્થીઓએ આરોગ્ય અધિકાર વિશે ફેલાવ્યો પ્રબોધનો સંદેશ
ભારતી મૈયા ટ્રસ્ટ સંચાલિત નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આજે વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. “Take the rights path: My health, My right!” થીમ સાથે રેલી યોજવામાં આવી હતી અને એચઆઇવી/એડ્સ અંગે જાગરૂકતા લાવતું શેરી નાટક રજૂ કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓએ રેલી દ્વારા એચઆઇવી/એડ્સ અંગે જાગૃતિ ફેલાવી અને શેરી નાટક દ્વારા સમાજમાં જાગૃતિનો સંદેશ આપ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને આરોગ્ય સંબંધી અધિકાર અને જવાબદારી અંગે સુચનાત્મક સંદેશ આપ્યો.વિશ્વ એઇડ્સ દિવસ પર આયોજિત આ કાર્યક્રમ નર્સિંગ શિક્ષણ અને આરોગ્ય જાગૃતિના ઉદ્દેશોને પ્રોત્સાહિત કરવા માટે ખૂબ પ્રેરણાદાયી બન્યો હતો.
આ પ્રસંગે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. કિશોરસિંહ ચાવડા, મેડિકલ ફેકલ્ટીના ડીન ડો. મહેન્દ્રસિંહ ચૌહાણ, નર્સિંગ કાઉન્સિલ ના વાઈસ પ્રેસિડેન્ટ ઈકબાલ કડીવાલા,નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ પદ્મ કુમાર, ટ્રસ્ટી અને નેફ્રોલોજીસ્ટ ડો. ધનેશ વૈદ્ય તેમજ નર્સિંગ કાઉન્સિલના વાઈસ પ્રેસિડેન્ટ ટ્રસ્ટી ધર્મેન્દ્રસિંહ મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.