આરોગ્ય

વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે : તમારો અંગ દાન કરવાનો નિર્ણય કોઇ પણ વ્યક્તિને નવું જીવન આપી શકે છે

રાજકોટ : રક્તદાનની જેમ અંગદાનને પણ મહાદાન ગણવામાં આવે છે. દર વર્ષે ઓર્ગન ડોનેશન અંગે વધુ જાગૃતિ ફેલાવવા માટે 13 ઓગસ્ટર, 2024ના રોજ વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે મનાવવામાં આવે છે.  એક બ્રેઇનડેડ વ્યક્તિના અંગદાનથી 8 વ્યક્તિને નવજીવન મળે છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં 500થી વધુ  બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગ દાન થકી કુલ 1600થી વધુ લોકોને અંગોનું દાન મળ્યું છે. જેને જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરીને નવજીવન બક્ષવામાં સફળતા મળી છે.  અંગોના ટ્રાન્સપ્લાન્ટમાં સમગ્ર વિશ્વમાં અમેરિકા અને ચાઇના બાદ ભારત ત્રીજા ક્રમે છે. 13મી ઓગસ્ટ એ વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે નિમિતે રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ્સના ડૉ. પ્રફુલ કામાણી લોકોને અંગોનું વેઇટીંગ ઘટાડવા અંગદાન અંગેની સમાજમાં વધુને વધુ જાગૃતિ ફેલાવવા માટેની અપીલ કલરે છે.

ડૉ. પ્રફુલ કામાણી (સિનિયર કન્સલ્ટન્ટ: ગેસ્ટ્રોએન્ટેરોલોજીસ્ટ, હેપેટોલોજિસ્ટ અને એન્ડોસ્કોપિસ્ટ, વોકહાર્ટ  હોસ્પિટલ્સ,રાજકોટ) જણાવે છે કે,  “હાલ દેશમાં થતા ટ્રાન્સપ્લાન્ટમાંથી 85 ટકા જીવીત વ્યક્તિના અંગોથી અને 15 ટકા જ બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાનથી મળેલા અંગોની મદદથી ટ્રાન્સપ્લાન્ટ થાય છે. નેશનલ હેલ્થ પોર્ટલ મુજબ ભારતમાં લોકોને યોગ્ય સમયે અંગો ન મળવાને કારણે દર વર્ષે 5 લાખ લોકો મૃત્યુ પામે છે, જેમાંથી લીવરના અભાવે જીવ ગુમાવનાર લોકોની સંખ્યા લગભગ 2 લાખ જેટલી છે. જેમાંથી લીવરના અભાવે જીવ ગુમાવનાર લોકોની સંખ્યા લગભગ 2 લાખ જેટલી છે. એક વર્ષમાં 2000 લોકોને લિવર ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડે છે પરંતુ માત્ર 5000 લોકોને જ લિવર મળે છે. માનવ શરીર અત્યંત સુવ્યવસ્થિત રીતે કામગીરી કરે છે, જેમાં આપણા શરીરના દરેક અંગ શરીરની કામગીરી માટે અલગ અલગ રીતે મહત્વની ભૂમિકા ભજવે છે. બીજી તરફ જો શરીરના કોઈપણ અંગમાં કોઈ પ્રકારની સમસ્યા હોય તો વ્યક્તિ ધીરે ધીરે બીમાર થવા લાગે છે. તેમજ શરીરના કોઈપણ અંગનું કામ ન કરવું એ પણ જીવલેણ સાબિત થઇ શકે છે. આ જ કારણસર ભારતમાં ઓર્ગેન ફેલ્યોરના કારણે મૃત્યુના આંકડા ચિંતાજનક છે. જો કે આજના સમયમાં મેડિકલ સાયન્સે એટલી પ્રગતિ કરી લીધી છે કે જો કોઈ અંગમાં ખામી સર્જાય, અંગ ખરાબ થઇ જાય અથવા યોગ્ય રીતે કામગીરી ન કરે તો તેને બદલીને તેના સ્થાને નવું અંગ આપીને વ્યક્તિનો જીવ બચાવી શકાય છે, પરંતુ કમનસીબે હજુ પણ લોકો આ બાબતે જાગૃત નથી.”

અંગ દાન કરવાનો નિર્ણય કોઇ પણ વ્યક્તિને નવું જીવન આપી શકે છે. અંગ દાન બે પ્રકારના હોય છે. પ્રથમ જીવંત દાતા જેમાં વ્યક્તિ જીવિત હોય ત્યારે તે તેના અંગો જેમ કે કિડની વગેરેનું દાન કરી શકો છે અને બીજા રોગગ્રસ્ત દાતા જેમાં વ્યક્તિના મૃત્યુ પછી તેમના અંગો અને ટિશ્યુનું દાન કરવામાં આવે છે. અંગ દાન માટે જીવિત દાતાની ઉંમર 18-60 વર્ષથી વધુ હોવી જોઈએ. જ્યારે મહત્તમ ઉંમર વ્યક્તિની શારીરિક સ્થિતિના આધારે નક્કી થાય છે. બીજી તરફ, જો તમે આંખો કે ટિશ્યુ દાન કરવા માંગતા હોવ તો તેને ઉંમર સાથે કોઈ લેવાદેવા નથી. વ્યક્તિ લિવર, કિડની, સ્વાદુપિંડ, હૃદય, ફેફસાં, આંતરડા, કોર્નિયા, અસ્થિ મજ્જા અને વેસ્ક્યુલરાઇઝ્ડ કોમ્પોઝિટ એલોગ્રાફ્ટ્સ, જેમ કે ચામડી, ગર્ભાશય, અસ્થિ, સ્નાયુઓ, ચેતા અને જોડાયેલી પેશીઓ વગેરેનું દાન કરી શકે છે. આ દાન કરેલા અંગો મેળવનાર વ્યક્તિના જીવનને બચાવવામાં મદદ કરે છે.

વર્ષ 2019થી 2021 દરમિયાન રાજ્યમાં 170 અંગદાન થયા હતા. કોરોનાકાળ બાદ રાજ્યમાં  પ્રસરેલી અંગદાનની જનજાગૃતિના પરિણામે 2022થી જુલાઈ 2024 એટલે કે અઢી વર્ષમાં 367 જેટલા અંગદાન થયા છે. વર્ષ 2019ની સરખામણીમાં ગત વર્ષ 2023માં અંગદાતાઓની સંખ્યામાં 128% અને અંગોના દાનમાં 176% નો વધારો જોવા મળ્યો છે. હાલ રાજ્યમાં કુલ 99 ઓર્ગન રીટ્રીવલ અને 31 ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર કાર્યરત થયા છે. જેના પરિણામે જ આજે જિલ્લા સ્તર સુધી અંગદાનની પ્રવૃત્તિને વેગ મળ્યો છે.

તબીબી ક્ષેત્રે અમુક લોકોને અંગ દાન કરવાની મનાઈ કરી છે. જેમાં કોઈ ગંભીર બીમારીથી પીડિત – જેમ કે કેન્સર, એચઆઇવી, કોઇ ગંભીર ચેપી રોંગ, ઇન્ટ્રા વેનસ (IV), અસ્થમા વગેરે જેવી બીમારી હોય તેવો અંગ દાન કરી શકતા નથી

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
preload imagepreload image