ભગવાન મહાવીર યુનિવર્સિટી પરિસરમાં ‘નવરાત્રિ મહોત્સવ ૨૦૨૬’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

ભગવાન મહાવીર યુનિવર્સિટી પરિસરમાં ‘નવરાત્રિ મહોત્સવ ૨૦૨૬’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું
ભગવાન મહાવીર યુનિવર્સિટી પરિસરમાં આદ્યશક્તિ મા અંબાની આરાધનાના પાવન પર્વ નિમિત્તે શનિવારે ‘નવરાત્રિ મહોત્સવ ૨૦૨૬’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય સંસ્કૃતિ અને સમૃદ્ધ પરંપરાને ઉજાગર કરતા આ સાંસ્કૃતિક ઉત્સવમાં વિવિધ વિભાગોના વિદ્યાર્થીઓ, અધ્યાપકો તેમજ સમગ્ર સ્ટાફ પરિવારે પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઢોલના તાલે અને મનમોહક ગરબાના સૂર સાથે સમગ્ર કેમ્પસ ભક્તિ અને ઉમંગથી ઝૂમી ઊઠ્યું હતું.
આ કાર્યક્રમમાં વિવિધ શ્રેણીઓના વિજેતાઓને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે યુનિવર્સિટીના ટ્રસ્ટીઓ અનિલ જૈન તથા ડૉ. સંજય જૈન, વરિષ્ઠ પદાધિકારીઓ ડૉ. રામકુમાર અંબાતીપુડી અને ડૉ. વિજય માટાવાલા, ડીન ઓફ સ્ટુડન્ટ અફેર્સ ડૉ. ચેતા દેસાઈ, પૂજા દેસાઈ, સ્નેહા પટેલ સહિત મોટી સંખ્યામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.



