ગુજરાત

વનબંધુ પરિષદ યુવાનોનો કીર્તિમાન, 4 શિબિરોમાં 365 યુનિટ રક્ત એકત્રિત

વનબંધુ પરિષદ યુવાનોનો કીર્તિમાન, 4 શિબિરોમાં 365 યુનિટ રક્ત એકત્રિત


સુરત : વનબંધુ પરિષદ યુવા શાખા દ્વારા સ્વતંત્રતા દિવસ નિમિત્તે માનવ સેવા અને સમાજ હિત માટે વિશાળ રક્તદાન શિબિરનું આયોજન સુરત શહેરમાં ચાર સ્થળોએ પીપલોદમાં આઈસીએઆઈ ભવન, વેસુમાં શાંતમ હોલ, પર્વત પાટિયામાં માહેશ્વરી લક્ઝરિયા અને કતારગામમાં સીરવી સમાજ વાડીમાં કરવામાં આવ્યું હતું. ચાર સ્થળોએ કુલ 365 યુનિટ રક્ત એકત્રિત કરીને વનબંધુ પરિષદ યુવા શાખાએ કીર્તિમાન સ્થાપિત કર્યો. શિબિરમાં રક્તદાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યુવા શાખાના પ્રમુખ અનુરાગ જૈન, સચિવ ગોપેશ અગ્રવાલ, દુર્ગેશ મોર, અભિષેક અગ્રવાલ સહિત અનેક સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button