દેશ

આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજને “વિશ્વ સત્સંગ સમ્રાટ”ની પદવીથી નવાજાયા

આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજને “વિશ્વ સત્સંગ સમ્રાટ”ની પદવીથી નવાજાયા
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર, ન્યુ જર્સીના શ્રી ઘનશ્યામ મહારાજ રજત પ્રતિષ્ઠા મહોત્સવ, ન્યુ જર્સી ખાતે યોજાયેલ સંત સંમેલનમાં પધારેલા જગદ્દગુરુ કે જેઓ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ છે જેમાં ૧૨૫થી વધુ સંપ્રદાયોનું સંગઠન છે એવા અવિચળ દેવાચાર્યજી મહારાજ, મહામંડેલેશ્વર પ્રતાપુરીજી મહારાજ – રાજસ્થાન, યોગાચાર્ય શ્રી અખિલેશદાસજી મહારાજ – હરિદ્વાર, મહામંડેલેશ્વર શ્રી હરીશચંદ્રપુરીજી મહારાજ તથા બી.એ.પી.એસ સંસ્થાના પૂજનીય સંતોની ઉપસ્થિતિમાં પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજને “વિશ્વ સત્સંગ સમ્રાટ” પદવીથી નવાજ્યા હતા.
મહોત્સવમાં વૈવિધ્ય પૂર્ણ કાર્યક્રમોમાં શિબિરો, ભવ્ય અન્નકૂટ, આરતી, શાકોત્સવ, હિંડોળા ઉત્સવ, ભક્તિ નૃત્યો પાટોત્સવ વિધિ, ભક્તિ સંધ્યા, એકતાયાત્રા, ભગવાનને અભિષેક વિગેરે યોજાયા હતા.
પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે આશિર્વાદમાં જણાવ્યું હતું કે, જે દેશમાં રહો તે દેશના નિયમોનું પાલન કરવું જોઈએ. મનુષ્ય સેવા, સત્સંગ, સંસ્કારના આભૂષણથી દીપી ઉઠે છે.
ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા,નાઈરોબી, દુબઈ, લંડન, બોલ્ટન વિગેરેના દેશોના હરિભક્તો મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ, ન્યુ જર્સીના સભ્યો, હરિભક્તોએ, બહારથી પધારેલા દેશોના હરિભક્તોએ મહોત્સવ – સેવામાં સહકાર સંપન્ન થયો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button