શિક્ષા

વિદ્યાર્થીઓ બન્યા વાંચન પ્રેમી

વિદ્યાર્થીઓ બન્યા વાંચન પ્રેમી
24મી ઑગસ્ટ વીર કવિ નર્મદની જયંતીને ‘વિશ્વ ગુજરાતી ભાષા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે, તેની ઉજવણી અંતર્ગત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત પાંડુરંગ ખાનખોજે પ્રાથમિક શાળા ક્ર. – 232, ગણેશપુરા – કતારગામમાં શાળાના આચાર્યા શ્રી નિશાબહેન વાળાની પ્રેરણાથી શિક્ષક શ્રી પ્રવીણસિંહ પરમાર દ્વારા ધોરણ બાળ વાટિકા થી 8 સુધી તમામ બાળકોમાં પુસ્તક વાંચન રસ રુચિ વધે તે માટે 300 થી વધુ જીવન ઉપયોગી, દેશભક્તો, સ્વતંત્ર્ય સેનાની તેમજ ક્રાંતિકારી ઓના વિવિધ પુસ્તકો બાળકોને વાંચવા આપ્યા તેમજ શાળા SMC કમિટી ના તમામ 20 જેટલાં સભ્યોને પણ વાંચવા માટે આમંત્રણ અપાયું…અને તમામ સભ્યો એ વાંચન પ્રવુતિ નિહાળી. શાળા ના શિક્ષકો અને 900 જેટલાં વિદ્યાર્થીઓએ તમામ બૂક્સ જોઈ અને પોતાને ગમે તે પુસ્તક વાંચ્યું..શિક્ષક દ્વારા દર વર્ષ 24 ઓગષ્ટ ના રોજ નર્મદ લાઈબ્રેરી મુલાકાત લઈ વાંચો વંચાવો અંતર્ગત વિવિધ બૂક્સ મેળવી શાળામાં એક સરસ લાઈબ્રેરી બનાવેલ છે જેનો બાળકો, શિક્ષકો, સ્કૂલ મેનેજમેન્ટ કમિટી અને વાલીઓ ઉત્સાહથી લાભ લે છે.શિક્ષક પ્રવિણસિંહ પોતે વાંચનમાં ઊંડો રસ ધરાવે છે અને વાંચનનું જીવનમાં શું મહત્વ છે તે તમામ બાળકોને સમજાવ્યું..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button