શિનોર તાલુકામાં ચાર સેવા સેતુ કાર્યક્રમોનો ફિયાસ્કો થયા પછી બાકીના ચાર ની જાહેરાત કરવામાં આવી

શિનોર તાલુકામાં ચાર સેવા સેતુ કાર્યક્રમોનો ફિયાસ્કો થયા પછી બાકીના ચાર ની જાહેરાત કરવામાં આવી
મામલતદાર કચેરી દ્વારા પૂરતો પ્રચાર કરાયો ના હોવાના કારણે અગાઉ ના 4 કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો
રાજ્ય સરકારની પ્રજા લક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે તે માટે રાજ્યના પ્રજાજનોને વ્યક્તિગત સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે અને તે જ દિવસે પ્રાપ્ત થઈ શકે તેવા ઉમદા હેતુને સાર્થક કરવા તાલુકા કક્ષાએ સેવા સેતુ 2-1 (ગ્રામ્ય) કાર્યક્રમ યોજવા માટે પ્રાંત અધિકારી કરજણ દ્વારા તારીખ 27 ઓગસ્ટ 2026 થી કાર્યક્રમ નક્કી કરીને આપવામાં આવ્યો હતો. પરંતુ આ કાર્યક્રમનો શિનોર તાલુકામાં પૂરો પ્રચાર થયો ના હોવાના કારણે અગાઉ ભરાયેલા શિનોર સેવાસદન મુકામે, સાધલી પ્રાથમિક શાળા , મોટા ફોફળિયા પ્રાથમિક શાળા, અને સેગવા પ્રાથમિક શાળા ના સેવા સેતુ કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો.
આગામી તારીખ 22 સપ્ટેમ્બર ના રોજ અવાખલ પ્રાથમિક શાળા મુકામે અવાખલ, અચીસરા, નાના હબીપુરા, ભેખડા અને ગરાડી પાંચ ગામો પછી તારીખ 25 સપ્ટેમ્બર ઉતરાજ પ્રાથમિક શાળા મુકામે ઉતરાજ, બાવળિયા, તરવા, ટીંગલોદ અને ટીમ્બરવા ત્યાર પછી તારીખ 29 સપ્ટેમ્બર બીથલી પ્રાથમિક શાળા મુકામે બીથલી દરિયાપુરા બરકાલ મોરલીધર મોટા કરાળા અને નાના કરડા અને છેલ્લે તારીખ 7 ઓક્ટોબર 2026 ના રોજ પુનિયાદ પ્રાથમિક શાળા મુકામે પુનિયાદ, દામનગર, વણીયાદ, છાણભોઈ અને સાંધા પાંચ ગામોનો સેવા સેતુ કાર્યક્રમ યોજાશે.
જેમાં સરકારની વિવિધ 53 યોજનાઓ ની કામગીરી અને વિવિધ વિભાગના 19 અધિકારીઓ હાજર રહેશે. તો આ ગામોના લાભાર્થીઓને દર્શાવેલ તારીખે આ કેમ્પનો લાભ લેવા માટે જણાવવામાં આવે છે. જેથી સરકારની યોજનાનો ઘેર બેઠા લાભ મળી શકે.



