ન્યુયોર્ક શહેરની વચ્ચે 24 કલાક 100 ફૂટના બિલ બોર્ડ ઉપર વડાપ્રધાનના ફોટા સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી

ન્યુયોર્ક શહેરની વચ્ચે 24 કલાક 100 ફૂટના બિલ બોર્ડ ઉપર વડાપ્રધાનના ફોટા સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી
ફીસાના તથા અન્ય એસોસિએશનના આગેવાનો હાથમાં લેમ્પ પ્રગટાવી ઉભા રહીને માન સાથે શુભેચ્છા પાઠવી
વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ના જન્મદિવસે અમેરિકામાં ન્યૂયોર્ક શહેરના મધ્યમાં ટાઈમ સ્ક્વેર રાત્રિના 12:00 વાગ્યાથી 24 કલાક સુધી 100 ફૂટના બિલ બોર્ડ ઉપર વડાપ્રધાન ના ફોટા સાથે ન્યૂજર્સીના ભારતીય એસોસિયેશન અને ખાસ ફીસાના ના પ્રમુખ સુરેશભાઈ પટેલ તથા અન્ય એસોસિએશનના આગેવાનોએ ભેગા મળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની રાત્રીના 12:00 વાગે તમામ આગેવાનો પોતાના હાથમાં લેમ્પ પ્રગટાવીને ઉભા રહીને સ્ટેન્ડિંગ અવેરનેશ સાથે જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. અને ત્યારબાદ મીઠાઈ વહેંચવામાં આવી હતી.
ભારતના વડાપ્રધાનના અકલ્પનીય જન્મદિન ઉજવણી ને ન્યૂયોર્ક ન્યૂજર્સી અને ભારતના ટીવી મીડિયામાં લાઈવ બ્રોડકાસ્ટ કરાવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની તસ્વીર 24 કલાક સુધી સો ફૂટના બિલ બોર્ડ ઉપર મોકલી રાખવામાં આવી હતી .ભારતીય સમુદાય સાથે દુનિયાના બીજા દેશોના અમેરિકામાં વસતા નાગરિકોએ પણ પ્રધાનમંત્રી ને શુભેચ્છા પાઠવી હતી, ફીસાના ના પ્રમુખ સુરેશ પટેલ વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના મા નર્મદા કિનારે આવેલ દિવેર ગામના વતની છે. અને 40 ઉપરાંત વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે તારીખ 22 ઓગસ્ટ 2026 ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અમેરિકાની મુલાકાતે ગયા હતા , ત્યારે ન્યૂયોર્ક શહેરના ફેડરેશન ઓફ ઈન્ડો અમેરિકન સિનિયર એસોસિએશન ઓફ નોર્થ અમેરિકા (ફિસાના) ના પ્રમુખ સુરેશ પટેલ તથા ફિસાના ના ચેરમેન પિયુષ પટેલે મુલાકાત લઇ ફ્લાવર અને પત્ર આપી સ્વાગત કર્યું હતું.



