ગુજરાત

દિવ્યાંગોને આત્મનિર્ભરતાની રાહ પર આગળ વધારવા સાંસદ પ્રભુભાઈ વસાવાનું પ્રોત્સાહન:

દિવ્યાંગોને આત્મનિર્ભરતાની રાહ પર આગળ વધારવા સાંસદ પ્રભુભાઈ વસાવાનું પ્રોત્સાહન
સાંસદ નિધિમાંથી બારડોલી તાલુકાના મઢી ગામના દિવ્યાંગ સેજલબેન મિસ્ત્રીને ઇલેક્ટ્રિક સ્કૂટી અર્પણ કરતા સાંસદ પ્રભુભાઈ વસાવા
સુરત : રાજ્ય અને કેન્દ્ર સરકારના નેતૃત્વમાં જનપ્રતિનિધિઓ દ્વારા દિવ્યાંગ નાગરિકોને સ્વાવલંબી અને આત્મનિર્ભર બનાવવા માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેના અનુસંધાને બારડોલી તાલુકાના મઢી ગામના દિવ્યાંગ લાભાર્થી સેજલબેન રાકેશભાઈ મિસ્ત્રીને સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા દ્વારા તેમની સંસદ નિધિ ગ્રાન્ટમાંથી ઇલેક્ટ્રિક સ્કૂટી ફાળવવામાં આવી હતી.
દિવ્યાંગજનોને દૈનિક અવરજવરમાં કોઈ અસુવિધા ન પડે અને તેઓ પોતાની આજીવિકા તેમજ રોજિંદા કાર્યો માટે અન્ય પર નિર્ભર ન રહે તે મુખ્ય ઉદ્દેશ્યથી જિલ્લા કલેક્ટર શ્રી તેજસ પરમારની વિશેષ ઉપસ્થિતિમાં સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવાના હસ્તે ઇ-બાઈક અર્પણ કરવામાં આવી હતી. ઇલેક્ટ્રિક સ્કૂટી મળવાથી ખુશખુશાલ સેજલબેને સાંસદશ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી રાજ્ય અને કેન્દ્ર સરકારની દિવ્યાંગ કલ્યાણ યોજનાઓનો લાભ લેવા અન્ય દિવ્યાંગ લાભાર્થીઓને અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે પ્રાંત અધિકારી સુશ્રી રોશની જે. પટેલ, જિલ્લા સમાજ સુરક્ષા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
0000

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button