‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત પ્રાદેશિક માહિતી કચેરી દ્વારા ડક્કા ઓવારા ખાતે વ્યાપક સ્વચ્છતા અભિયાન

‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત પ્રાદેશિક માહિતી કચેરી દ્વારા ડક્કા ઓવારા ખાતે વ્યાપક સ્વચ્છતા અભિયાન
અધિકારી-કર્મચારીઓએ શ્રમદાન કરી ‘સ્વચ્છતા એ સૌની સહિયારી જવાબદારી’નો અનેરો સંદેશ આપ્યો
સુરત: રાજ્ય સરકાર દ્વારા તા.૧૭ સપ્ટેમ્બરથી તા. ૧૭ ઓક્ટોબર સુધી ચાલી રહેલા વિશેષ ‘સેવા સંકલ્પ અભિયાન’ના ભાગરૂપે વિવિધ સરકારી વિભાગોને સ્વચ્છતા માટે નિયત દિવસો ફાળવવામાં આવ્યા હતા, ત્યારે પ્રાદેશિક માહિતી કચેરીના અધિકારી-કર્મચારીઓએ આજે તાપી કિનારે સ્વચ્છતા અભિયાન હેઠળ સાફ-સફાઈ કરીને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.
આ અભિયાન અંતર્ગત સવારથી કચેરીની આંતરિક સાફસફાઈ કર્યા બાદ ડક્કા ઓવારા ખાતે સંયુકત માહિતી નિયામકશ્રી અરવિંદ મછારના નેજા હેઠળ કચેરીના તમામ કર્મચારીઓએ સાફસફાઈ કરી એકત્ર થયેલા કચરાનો મનપાના સહયોગથી નિકાલ કર્યો હતો. સૌએ હેન્ડ ગ્લવ્ઝ, માસ્ક પહેરી સાવરણા, બ્રશ સાથે ચોક બજારના સ્લમ વિસ્તારમાં સફાઈ કરી હતી. સ્વચ્છતા એ સૌની સહિયારી જવાબદારીના સંદેશ સાથે ઉત્સાહપૂર્વક સૌએ શ્રમદાન કર્યું હતું.



