ગુજરાત

સુરતમાં બિહાર વિકાસ પરિષદ દ્વારા ભવ્ય મા દુર્ગા પૂજા મહોત્સવનું આયોજન

સુરતમાં બિહાર વિકાસ પરિષદ દ્વારા ભવ્ય મા દુર્ગા પૂજા મહોત્સવનું આયોજન
સુરત: બિહાર વિકાસ પરિષદ, સુરત દ્વારા આયોજિત મા દુર્ગા પૂજા મહોત્સવનો શુભારંભ તા. 11 ઓક્ટોબર, 2026ના રોજ અભિજીત મુહૂર્તમાં કળશ પૂજન અને સ્થાપના પૂજા સાથે કરવામાં આવ્યો હતો. આ મહોત્સવ તા. 20 ઓક્ટોબર, 2026 સુધી સિંધિ સમાજ વાડી, વિજય ગારમેન્ટની પાછળ, રામનગર, રાંદેર, સુરત ખાતે યોજાઈ રહ્યો છે.
મહોત્સવ દરમિયાન દરરોજ સવારે 9:30 વાગ્યે તથા સાંજે 8:00 વાગ્યે મા દુર્ગાની આરતી, પૂજન અને પ્રસાદ વિતરણ કરવામાં આવશે. સાંજની આરતી વિશિષ્ટ મહેમાનોના હસ્તે સંપન્ન થશે.
બિહાર વિકાસ પરિષદ દ્વારા આયોજિત આ પાવન મહોત્સવમાં સુરતના અનેક ગણમાન્ય મહેમાનો ઉપસ્થિત રહી મા દુર્ગાની આરતી અને પૂજન કરી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરશે.
મહોત્સવ દરમિયાન ભજન સંધ્યા તથા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક અને સાંસ્કૃતિક મહોત્સવમાં સુરતના તમામ નગરજનો, ભક્તજનો તથા પત્રકારમિત્રોને મા દુર્ગાના દર્શન કરી માતાજીના આશીર્વાદ મેળવવા માટે બિહાર વિકાસ પરિષદ દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button