અચીસરા(હાલ અમેરિકા) રહેતા યુવાને પિતાના શ્રાદ્ધ પ્રસંગે ,પોતે ભણેલ અચીસરા પ્રાથમિક શાળામાં ટીવી ભેટ આપ્યું

અચીસરા(હાલ અમેરિકા) રહેતા યુવાને પિતાના શ્રાદ્ધ પ્રસંગે ,પોતે ભણેલ અચીસરા પ્રાથમિક શાળામાં ટીવી ભેટ આપ્યું
ઉતરાજના સરપંચ હરિકૃષ્ણ પટેલે શ્રાદ્ધની નવી પહેલ કર્યા પછી અચીસરાના યુવાને પણ નવો રાહ ઊભો કર્યો

શિનોર તાલુકાના નાનકડા અચીસરા ગામ ની પ્રાથમિક શાળામાં પોતાની બાળ અવસ્થામાં અનિલ ચુનીભાઇ પટેલે ધોરણ એક થી પાંચમો અભ્યાસ કર્યો હતો. હાલ તેઓ અમેરિકા સ્થાયી થયેલા છે અને આજરોજ તારીખ 30 સપ્ટેમ્બર 2026 બુધવારના રોજ પોતાના પિતા પટેલ ચુનીભાઇ હીરાભાઈ નું શ્રાદ્ધ હોવાથી વતન અચીસરા આવ્યા હતા. તેઓની સાથે તેમના મિત્ર શંકરભાઈ હીંગોરાની પણ આવ્યા હતા. પોતાની પ્રાથમિક શાળા યાદ આવતા તેઓએ પોતાના મોટાભાઈ સુમનભાઈ તથા પુત્ર સાથે શાળાની મુલાકાત લીધી અને આચાર્ય દક્ષાબેન પ્રજાપતિ દ્વારા બાળકોને અપાતી શૈક્ષણિક તથા ઈતર પ્રવૃત્તિઓ નિહાળી હતી. પોતાના પિતાના શ્રાદ્ધ પ્રસંગે પોતે જે શાળામાં ભણ્યા હતા તે શાળામાં આજે આશરે ₹15,000 ની કિંમત ના એલ.ઇ.ડી. ટીવી ની ભેટ આપી હતી. તથા તેઓની સાથે આવેલા શંકરભાઈ હીંગોરાની દ્વારા તમામ બાળકોને પ્રીમિયમ ક્વોલિટીના કેક તથા ક્રીમ રોલ આપીને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. શાળા પરિવારે દાતાનો આભાર વ્યક્ત કર્યો હતો.
શ્રાદ્ધ પ્રસંગે ખર્ચો કરતા અન્ય કુટુંબોને ગઈકાલે ઉતરાજ ના સરપંચ હરિકૃષ્ણ પટેલ જેઓએ ગામ મારું કુટુંબને ભોજન કરાવ્યું હતુ, આજે અચીસરાના એન.આર.આઈ અનિલ પટેલે નવો સંદેશો આપ્યો હતો.



