ગુજરાત

અડાજણ ખાતેના સરસ મેળામાં સુરતીઓનો બહોળો પ્રતિસાદ

અડાજણ ખાતેના સરસ મેળામાં સુરતીઓનો બહોળો પ્રતિસાદ
સરસ મેળામાં પાંચ દિવસમાં ૬૪ લાખનું માતબર વેચાણ
તા.૧૮મી ઓકટોમ્બર સુધી આયોજીત સરસ મેળામાં ખરીદી કરી વોકલ ફોર લોકલના મંત્રને સાકારિત કરવા અનુરોધઃ
ગ્રામીણ સખીમંડળો દ્વારા ઉત્પાદિત અવનવી ચીજવસ્તુઓ ખરીદવાની સુવર્ણતકઃ
ગુજરાત રાજય સહિત દેશના ૨૭ રાજયોના ૧૫૦ ક્રાફ્ટસ્ટોલમાંથી વિવિધ ચીજવસ્તુઓ ખરીદવાની સુવર્ણતક
આવો, ઘરના લોકો માટે ઘર જેવી વસ્તુઓ ખરીદીએ – અને ‘લોકલ’ માટે ભરીએ ‘વોકલ’નો અવાજ, સરસ મેળો છેઃ આપણા સ્વદેશી ગૌરવનો તહેવાર


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની “લોકલ ફોર વોકલ” પહેલ અંતર્ગત, સ્થાનિક હસ્તકલા, ઘરગથ્થું ઉત્પાદનો અને મહિલાઓને એક પ્લેટફોર્મ આપવાના આશયથી સુરતના અડાજણ, એસ.એમ.સી.પાર્ટી પ્લોટ, હનીપાર્ક રોડ ખાતે તા.૨જી ઓકટોમ્બરથી આયોજીત સરસમેળામાં માત્ર પાંચ દિવસના ટુંકાગાળામાં સુરતીઓએ રૂા.૬૪નું માતબર ખરીદી કરીને કરીને ‘લોકલ’ ફોર વોકલનો અનેરો સંદેશો આપ્યો હતો. આ મેળો તા.૧૮મી ઓકટોમ્બર સુધી શરૂ રહેશે.
આ વર્ષે “સરસ મેળા”માં દેશના વિવિધ ૨૭ રાજયોમાંથી ૫૫ સખીમંડળો (૫૦ ક્રાફ્ટ સ્ટોલ અને ૫ લાઈવ ફૂડ)અને ગુજરાત રાજ્યના ૧૧૦ સખીમંડળો(૧૦૦ ક્રાફ્ટ સ્ટોલ અને ૧૦ લાઈવ ફૂડ)મળીને કુલ ૧૬૫ સખી મંડળો દ્વારા તેમની પરંપરાગત હસ્તકલા, હેન્ડમેડ ગૃહ સુશોભનની વસ્તુઓ અને ઘરગથ્થુ ઉપયોગી ચીજવસ્તુઓનું અનોખુ પ્રદર્શન તથા વેચાણ કરવામાં આવી રહ્યું છે. મેળાની ખાસ આકર્ષણ તરીકે ૧૫ લાઇવ ફૂડ સ્ટોલ પર સુરતીઓએ ડાંગી થાળી, રાજસ્થાની દાલબાટી, સુરમું સહિત અન્ય વાનગીઓનો સ્વાદ માણ્યો હતો.


દેશના ૨૭ રાજ્યોમાંથી હરિયાણાની લોક હસ્તકલા ખાસ કરીને કસીડાકારી (embroidery), મટકી પેઇન્ટિંગ, કથપુતલી, આસામની વાંસમાંથી બનાવવામાં આવતી ચીજવસ્તુઓ જેવી કે ટોકરીઓ, ટેબલ મેટ્સ, જુલા, દીવાલના શણગાર, લેમ્પશેડ્સ તથા તેલંગાણાની પોચમપલ્લી સાડીઓ તેમની “ઇકટ” ડિઝાઇન આકર્ષણ જમાવ્યું હતું. આંધ્રપ્રદેશની “કલમ” એટલે પેન અને “કરી” એટલે કલાનું કામ, કુદરતી રંગોથી કાપડ પર હસ્તચિત્રણ કરવામાં આવે, મૂલત્વે પૌરાણિક વાર્તાઓ અને દૈવી પાત્રોનું ચિત્રણ, લદાખની પાશ્મીના શાલ અને ઉનાના વસ્ત્રો, થાંકા પેઇન્ટિંગ જે બૌદ્ધ ધર્મ આધારિત ચિત્રકૃતિ, ઉતરપ્રદેશની હાથથી બનાવેલી આ ચાદરોમાં બ્લોક પ્રિન્ટિંગ, ઝરીનું કામ અને હસ્તકળાનો અદભુત સમન્વય જોવા મળ્યો હતો.
ગુજરાત રાજ્યના ૩૩ જિલ્લાઓની બહેનો આજે હસ્તકલા, હેન્ડલૂમ, ઓર્ગેનિક ઉત્પાદનો, ભરતગુંથણ, વાંસના ઉત્પાદનો, ઘર ઉપયોગી સામગ્રી અને અન્ય અનેક પ્રકારની કલાત્મક ચીજવસ્તુઓ ખરીદવા મળશે. જેમાં સૌરાષ્ટ્ર વિસ્તારની બાંધણી, અજરખ પ્રિન્ટ, આરી કામ, મિરર વર્ક, પેચવર્ક, હેન્ડમેઇડ ચંપલ, માટીના વાસણો, મધ્ય ગુજરાતની પીઠોર પેઇન્ટિંગ, માટીનાં રમકડાં અને વાસણો, ચણિયાંચોલી પર આરી વર્ક, આંબાવાડી વર્ક અને નવલખી વર્ક,ગરાસિયા અને ભીલ જાતિની હસ્તકલા જેમાં લાકડાની હસ્તકળા, ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાંથી પટોળાં, માટીનાં વાસણ અને રમકડાં, આદિવાસી શણગારકલા અને લાકડાનું કામ તેમજ દક્ષિણ ગુજરાતમાંથી આદિવાસી એમ્બ્રોડરી વર્ક, વાંસ અને ઘાસથી બનેલ હસ્તકલાઓ, કાપડ અને છાપાકામ, આદિવાસી દાગીના, માટી કળા અને ખાદ્ય ઉત્પાદનો મળશે.
• સરસમેળા ૨૦૨૫ના અવનવા આકર્ષણો
– થીમ પેવેલિયન : સખી બહેનોની પ્રેરણાદાયક સફળતાની કહાનીઓ જે સ્વ-સહાય જૂથો (Self Help Groups – SHGs)ની શક્તિ અને મહિલાઓના આત્મનિર્ભરતાના યાત્રાને ઉજાગર કરે છે.
– કેફેટેરિયા : સ્વાદ અને સંસ્કૃતિનો સમન્વય – જેમાં ગામડાઓની પરંપરા, ઘરના સ્વાદનો અહેસાસ, મહિલા શક્તિની મહેક, શુદ્ધતા-પ્રેમ અને પ્રેમપૂર્ણ આત્મીયતાથી તૈયાર કરાયેલ એવું ભોજન જે માત્ર પેટ નહીં ભરે પણ હૃદય પણ તૃપ્ત કરશે.
– સાંસ્કૃતિક કાર્યક્રમો: દરરોજ સાંજે રંગો, રાગો અને રસનો મેળાવડો જામે છે. સરસ મેળોએ માત્ર હસ્તકળાઓનો જ તહેવાર નથી, એ તો છે એક સાંસ્કૃતિક યાત્રા – જ્યાં સંગીત, નૃત્ય અને નાટ્ય દ્વારા ગુજરાત અને ભારતની લોકસંસ્કૃતિ જીવંત થાય છે. અહી.. લોકલ આર્ટિસ્ટ દ્વારા ગુજરાતી લોકસંગીત, બૉલીવુડ બેન્ડ, આર.જે. નાઈટ, સૂફી નાઈટ, રાજસ્થાની લોકગીત, સંગીત સંધ્યા, કથપુતલી નૃત્ય, કોમેડી શો વગેરે અન્ય આકર્ષક કાર્યક્રમો રજુ કરવામાં આવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button