વ્યાપાર

અદાણી પોર્ટસએ ૧૮ MMT ક્ષમતાની પારાદીપ ડ્રાય બલ્કબર્થ પ્રાપ્ત કરી પૂર્વ ભારતમાં કામગીરી વિસ્તારી

અદાણી પોર્ટસએ ૧૮ MMT ક્ષમતાની પારાદીપ ડ્રાય બલ્કબર્થ પ્રાપ્ત કરી પૂર્વ ભારતમાં કામગીરી વિસ્તારી
અમદાવાદ : ભારતની સૌથી વિરાટ અને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી સંકલિત પરિવહન સંચાલકઅદાણી પોર્ટસ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન(APSEZ)ઓડિશાના પારાદીપ બંદર પર બે ડ્રાય બલ્ક બર્થના વિકાસ અને સંચાલન માટે સૌથી વધુ બોલી લગાવનાર કંપની તરીકે તેને લેટર ઓફ એવોર્ડ (LoA) મળ્યો છે. તેનાથી ૧૮ મિલિયન મેટ્રિક ટન (MMT) નવી ક્ષમતાનો ઉમેરો થતા કં૫નીનોકુલ વાર્ષિક પોર્ટફોલિયો૬૭૧ MMTની ક્ષમતાએ પહોંચશે અને ૨૦૩૦ની સાલ સુધીમાં ૧ અબજ ટન કાર્ગો થ્રુપુટ હાંસલ કરવાના તેના લક્ષ્યને આગળ વધારશે.
આ પ્રકલ્પ જાહેર-ખાનગી ભાગીદારી મોડેલ આધારીત 30 વર્ષના કન્સેશન હેઠળ અમલમાં મૂકાનારા આ પ્રકલ્પ હેઠળ. કંપની અત્યાધુનિક મિકેનાઇઝ્ડ કાર્ગો હેન્ડલિંગ સિસ્ટમ્સ, ડીપ-ડ્રાફ્ટ બર્થ અને મોટા પાયે સ્ટોરેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે CQ-I અને CQ-II બર્થ વિકસાવશે.
કં૫નીના પૂર્ણ-કાલિન ડિરેક્ટર અને સી.ઇ.ઓશ્રી અશ્વની ગુપ્તાએ જણાવ્યું હતું કે પારાદીપમાં આ પ્રકલ્પથી દેશના પૂર્વ કિનારા ક્ષેત્રમાંAPSEZ ની હાજરી મજબૂત થવા સાથે ભારતના સૌથી મહત્વપૂર્ણ ઔદ્યોગિક અને ખનિજ સમૃદ્ધ અંતરિયાળ વિસ્તારો સુધી અમારી પહોંચને વિસ્તારશે. તેમણે ઉમેર્યું હતું કે પારાદીપ સાથેકં૫નીનું નેટવર્ક ભારતના ૧૧,૦૦૦ કિમીના દરિયાકાંઠાના૧૬ બંદરો અને ટર્મિનલ્સ સુધી વિસ્તરવાથી દેશના સૌથી વ્યાપક પરિવહન માળખાકીય પ્લેટફોર્મ દ્વારા સંકલિત બંદર, લોજિસ્ટિક્સ અને દરિયાઈ ઉકેલો પૂરા પાડવાની અમારી ક્ષમતાને સંગીન બનાવશે
મુખ્ય સ્ટીલ પ્લાન્ટ વચ્ચે ખનિજથી સમૃદ્ધ અંતરિયાળ વિસ્તારમાં આવેલું પારાદીપ ભારતનું બીજું સૌથી મોટું મુખ્ય બંદર એક મહત્વનો બલ્ક કાર્ગો ગેટવે છે. પારાદીપ ટર્મિનલ પૂર્વ અને મધ્ય ભારતમાં મુખ્ય ઔદ્યોગિક અને ઉત્પાદન ક્ષેત્રોમાં કોલસા, ચૂનાના પત્થર અને અન્ય સૂકા જથ્થાબંધ કોમોડિટીઝના વધતા જથ્થાનું પરિવહન કરવાની APSEZ ની ક્ષમતા વધારશે.
ભારતના પૂર્વ કિનારાના બંદરોમાં વધતી જતી કાર્ગોની માંગ અને ક્ષમતામાં ઉમેરા વચ્ચે તેના ઉચ્ચ ઉપયોગને ધ્યાને લેવામાં આવે છે. અંતરિયાળ ક્ષેત્રમાં સ્ટીલ વિસ્તરણ અને સ્થાનિક સ્તરે સ્વદેશી કોલસાનાઉપયોગ માટે સરકારના દબાણ જેવી બાબતોથી સમર્થિતઆ પ્રકલ્પ ઔદ્યોગિક વિકાસને નવી દીશામાં આગળ વધારવા માટેના પ્રાદેશિક ક્ષમતાના અવરોધોને સરળ બનાવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button