શિક્ષક દિન નિમિત્તે ફેનિલબેન વશીને ‘જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-૨૦૨૬’ એનાયત

શિક્ષક દિન નિમિત્તે ફેનિલબેન વશીને ‘જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-૨૦૨૬’ એનાયત
સુરત: શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ડૉ. સી. એમ. દેસાઈ પ્રાથમિક શાળા ક્રમાંક-૧૪ ના શિક્ષક ફેનિલબેન હેમંતભાઈ વશીની વર્ષ ૨૦૨૬-૨૭ ના ‘જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’ માટે પસંદગી કરવામાં આવી છે.
આજ રોજ ૫ સપ્ટેમ્બર ‘શિક્ષક દિન’ નિમિત્તે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી, સુરતના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ ભવ્ય સન્માન સમારોહમાં ધારાસભ્યશ્રી મુકેશભાઈ પટેલ, કલેક્ટરશ્રી તેજસભાઈ પરમાર, ડી.ઇ.ઓ. ડૉ. ભગીરથસિંહ પરમાર, ડાયેટ પ્રાચાર્યશ્રી હિરેનભાઈ વ્યાસ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.
શિક્ષણ ક્ષેત્રે ૨૧ વર્ષ (નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ૧૫ વર્ષ) ની ઉત્કૃષ્ટ સેવાઓ આપવા ઉપરાંત ફેનિલબેન સમગ્ર શિક્ષણ જગતમાં લેખક, સમીક્ષક, ટ્રાન્સલેટર અને પ્રૂફ રીડર તરીકે પણ સક્રિય યોગદાન આપી રહ્યા છે. અગાઉ તેઓશ્રી તાલુકા કક્ષાએ, મહિલા દિને તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા અનેકવાર સન્માનિત થઈ ચૂક્યા છે.
આ અદ્ભુત સિદ્ધિ બદલ તેમણે પરમાત્મા, માતા-પિતા, પરિવારજનો, ગુરુજનો, સાથી મિત્રો અને શુભેચ્છકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. તેમના આ સન્માનથી સમગ્ર શિક્ષણ જગતમાં આનંદ અને ગર્વની લાગણી ફેલાઈ છે.



