સ્પોર્ટ્સ

આદિ યોગ કેન્દ્ર – મોટા વરાછા દ્વારા પારિવારિક આનંદ, સ્વાસ્થ્ય અને મધુર સંબંધો માટે ‘દંપતી યોગ’ કાર્યક્રમ યોજાયો

આદિ યોગ કેન્દ્ર – મોટા વરાછા દ્વારા પારિવારિક આનંદ, સ્વાસ્થ્ય અને મધુર સંબંધો માટે ‘દંપતી યોગ’ કાર્યક્રમ યોજાયો
આજની દોડધામભરી દિનચર્યામાં માનસિક શાંતિ, ઉત્તમ સ્વાસ્થ્ય અને દંપતી વચ્ચે મધુર સંબંધો જળવાઈ રહે તે ખૂબ આવશ્યક છે. આ બાબતને ધ્યાનમાં રાખીને આદિ યોગ કેન્દ્ર – મોટા વરાછાના સંચાલક શ્રીમતી હેતલબહેન ધામેલિયા દ્વારા ‘હર ભોલે ફાર્મ’ ખાતે ‘દંપતી યોગ’ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યોગપ્રેમી દંપતીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમ દરમિયાન પતિ-પત્ની સાથે મળીને સહજતાથી કરી શકે તેવા વિવિધ યોગાસનોનું નિદર્શન કરી અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત, માનસિક આરામ અને પ્રસન્નતા માટે મ્યુઝિક થેરાપી તથા ધ્યાન (મેડિટેશન)ના વિશેષ સત્રો યોજાયા હતા. આ પ્રસંગે શ્રીમતી હેતલબહેન ધામેલિયાએ આજના આધુનિક સમયમાં શારીરિક-માનસિક સ્વસ્થતા માટે નિયમિત યોગ કરવાના મહત્ત્વ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ સુંદર આયોજન માટે ‘હર ભોલે ફાર્મ’ના માલિક શ્રી ડાયાભાઈનો વિશેષ સાથ-સહકાર સાંપડ્યો હતો. કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા હર ભોલે ફાર્મ પરિવાર તેમજ કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપનાર તમામ સહયોગીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button