શિક્ષા

એસપીબી કોલેજમાં આંતર વર્ગીય દેશભક્તિ ગીત સ્પર્ધાનું આયોજન

એસપીબી કોલેજમાં આંતર વર્ગીય દેશભક્તિ ગીત સ્પર્ધાનું આયોજન
સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત એસપીબી ઇંગ્લીશ મીડીયમ કોલેજ ઓફ કોમર્સ, સુરતના એન એસ એસ યુનિટ દ્વારા તા. ૧૨/૦૮/૨૦૨૬, બુધવારના રોજ આંતર વર્ગીય દેશભક્તિ ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ, રાષ્ટ્રભાવના તથા ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ગૌરવની ભાવના વિકસે અને તેમની સંગીત તથા સર્જનાત્મક પ્રતિભાને પ્રોત્સાહન મળે તે હેતુથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં વિવિધ વર્ગોના કુલ ૧૩ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતોની સુંદર રજૂઆત દ્વારા પોતાની ગાયન પ્રતિભા અને દેશપ્રેમની લાગણી વ્યક્ત કરી હતી. સ્પર્ધા દરમિયાન વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને તેમની રજૂઆતોને ઉપસ્થિત સૌએ બિરદાવી હતી.
સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ડૉ. ફરીદા માંડવીવાલા અને પ્રા. પાયલ ભૌમિકે સેવા આપી હતી. નિર્ણાયકો દ્વારા વિદ્યાર્થીઓના ગાયન કૌશલ્ય, રજૂઆત, સ્વર, લય, ભાવાભિવ્યક્તિ તથા દેશભક્તિની લાગણીને ધ્યાનમાં રાખીને મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
આ પ્રકારની અભ્યાસેતર પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, ટીમ સ્પિરિટ, સર્જનાત્મકતા અને રાષ્ટ્રપ્રેમની ભાવનાના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કોલેજ દ્વારા વિદ્યાર્થીઓની વિવિધ પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા માટે ભવિષ્યમાં પણ આવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. સ્પર્ધાના પરિણામમાં પ્રથમ ક્રમાંક અન્વેષા સુનીલ શર્મા (F.Y.B.Com.)એ પ્રાપ્ત કર્યો હતો. દ્વિતીય ક્રમાંક હસ્તી નારનભાઈ શિરોયા (F.Y.B.Com.)એ મેળવ્યો હતો, જ્યારે તૃતીય ક્રમાંક તેજસ્વી પરેશભાઈ પટેલ (F.Y.B.Com.)એ પ્રાપ્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડૉ. પ્રતીક પસ્તાગીયા અને ડૉ. ચિંતલ મોઢ દ્વારા કોલેજના ઇનચાર્જ આચાર્ય ડૉ. આશિષ પંડ્યાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button