લેન્ક્સેસે 2026ના બીજા ત્રિમાસિકમાં વેચાણ અને કમાણીમાં વધારો કર્યો

લેન્ક્સેસે 2026ના બીજા ત્રિમાસિકમાં વેચાણ અને કમાણીમાં વધારો કર્યો
1.561 બિલિયન EURનું વેચાણ કર્યું, જે ગયા વર્ષના સમાન ત્રિમાસિક કરતાં 6.5 ટકા વધારે છે.
152 મિલિયન EURનું અપવાદો પૂર્વેની EBITDA, જે એક વર્ષ પહેલાના સમાન ત્રિમાસિક કરતાં 1.3 ટકા વધુ છે.
2026ના પ્રથમ ત્રિમાસિકની સરખામણીમાં મજબૂત વિકાસ: કમાણીમાં નોંધપાત્ર 61.7 ટકાનો વધારો.
સંપૂર્ણ વર્ષ 2026 માટે માર્ગદર્શન: EUR 450થી 550 મિલિયન EURની અપવાદો પૂર્વેની EBITDA પુષ્ટિ.
મુંબઈ : સ્પેશિયાલિટી કેમિકલ્સ કંપની લેન્કસેસે સતત નબળા આર્થિક વાતાવરણ અને ચાલુ ભૌગોલિક રાજકીય અનિશ્ચિતતાઓ છતાં 2026ના બીજા ત્રિમાસિકમાં પાછલા વર્ષની સરખામણીમાં વેચાણ અને કમાણીમાં સુધારો કર્યો.
ગ્રુપે 1.561 અબજ EURનું વેચાણ કર્યું, જે અગાઉના વર્ષના EUR 1.466 અબજના આંકડા કરતાં 6.5 ટકાનો વધારો દર્શાવે છે. અપવાદો પૂર્વ EBITDA 152 મિલિયન EUR પર આવી છે, જે ગયા વર્ષના સમાન ત્રિમાસિકમાં નોંધાયેલા EUR 150 મિલિયન કરતાં 1.3 ટકા વધુ છે. બીજા ત્રિમાસિક માટે અપવાદો પૂર્વે EBITDA માર્જિન 9.7 ટકા હતી, જે પાછલા વર્ષના સમાન ત્રિમાસિકમાં 10.2 ટકા હતી.
માગણીમાં સુધારો અને અનુરૂપ રીતે ઊંચા વેચાણ વોલ્યુમને કારણે કમાણીમાં વધારો થયો છે. ભાવવધારા દ્વારા લેન્ક્સેસ મોટે ભાગે ઊંચા કાચા માલ અને ઊર્જા ખર્ચની અસરને સરભર કરવામાં સક્ષમ રહી.
પ્રથમ ત્રિમાસિકની તુલનામાં મજબૂત પ્રગતિ
2026ના પ્રથમ ત્રિમાસિક સાથેની સરખામણી બીજા ત્રિમાસિકમાં પ્રગતિને વધુ સ્પષ્ટ રીતે દર્શાવે છે. વેચાણમાં 13.3 ટકાનો વધારો થયો છે અને અપવાદો પૂર્વે EBITDA 61.7 ટકાનો વધારો થયો છે.
અગાઉના ત્રિમાસિકની તુલનામાં મુક્ત રોકડ પ્રવાહમાં પણ નોંધપાત્ર સુધારો થયો છે: 2026ના પ્રથમ ત્રિમાસિકમાં નકારાત્મક EUR 29 મિલિયન પછી તે બીજા ત્રિમાસિકમાં EUR 56 મિલિયન રહ્યો છે.
“બીજા ત્રિમાસિકમાં અપેક્ષિત પ્રગતિની પુષ્ટિ થઈ હતી અને અમે મધ્ય- પૂર્વમાં સંઘર્ષના પરિણામે કામચલાઉ અસરો સહિત વધેલી માગણીનો લાભ મેળવી શક્યા હતા. એક વર્ષમાં પહેલી વાર અમે ફરી એક વાર વોલ્યુમ અને કિંમતોમાં એકસાથે વધારો પ્રાપ્ત કરવામાં સક્ષમ હતા,” એમ લેન્કસેસના CEO મેથિયાસ ઝાચેર્ટે જણાવ્યું હતું. “જોકે અમારી મુખ્ય બજારોમાં માગણીમાં સતત વધારાનો કોઈ સંકેત નથી અને બજારની સ્થિતિ પડકારજનક રહી છે. અમે વર્ષના અંત સુધીમાં કોઈ વધુ આર્થિક ગતિની અપેક્ષા રાખતા નથી. બદલામાં અમે અપેક્ષા રાખીએ છીએ કે અમારા ખર્ચ-ઘટાડા કાર્યક્રમો વર્ષના પ્રથમ છ મહિના કરતાં વધુ યોગદાન આપશે.”
પૂર્ણ વર્ષ 2026 માટે જૂથ માર્ચથી તેના માર્ગદર્શનની પુષ્ટિ કરે છે અને EUR 450 અને 550 મિલિયન વચ્ચેના અપવાદો પૂર્વે EBITDAની અપેક્ષા રાખે છે.
સેગમેન્ટમાં વ્યાવસાયિક પ્રદર્શન
ગ્રાહક સુરક્ષા સેગમેન્ટમાં લેન્ક્સેસે 2026ના બીજા ત્રિમાસિકમાં EUR 515 મિલિયનનું વેચાણ ઉત્પન્ન કર્યું, જે પાછલા વર્ષના સમાન ત્રિમસિકમાં ઉત્પન્ન થયેલા EUR 489 મિલિયન પર 5.3 ટકાનો વધારો દર્શાવે છે. અપવાદો પૂર્વે EBITDA EUR 81 મિલિયન હતી, જે પાછલા વર્ષના સમાન ત્રિમાસિકમાં EUR 87 મિલિયન હતી તેનાથી 6.9 ટકા ઓછી હતી. જોકે પાછલા વર્ષના પરિણામમાં ઉચ્ચ સિંગલ- ડિજિટ મિલિયન-યુરો શ્રેણીમાં વીમા ભરપાઈનો સમાવેશ થાય છે. અપવાદો પૂર્વે EBITDA માર્જિન 15.7 ટકા હતી, જે પાછલા વર્ષના સમાન ત્રિમાસિકમાં 17.8 ટકા હતું.
સ્પેશિયાલિટી એડિટિવ્ઝ સેગમેન્ટે બીજા ત્રિમાસિકમાં EUR 588 મિલિયનનું વેચાણ નોંધાવ્યું હતું, જે 2025ના બીજા ત્રિમાસિકમાં નોંધાયેલા EUR 528 મિલિયનથી 11.4 ટકા વધુ છે. EBITDA પૂર્વ અપવાદો અગાઉના વર્ષના સમાન ત્રિમાસિકમાં નોંધાયેલા EUR 58 મિલિયનથી 32.8 ટકા વધુ છે, જે EUR 77 મિલિયન સુધી પહોંચી હતી. ઊંચી માગણીને કારણે સેગમેન્ટમાં વેચાણ વોલ્યુમમાં વધારો થયો અને તમામ વ્યાવસાયિક એકમોમાં કમાણીમાં સુધારો થયો. લેન્ક્સેસ ઊંચી વેચાણ કિંમતો દ્વારા ગ્રાહકોને ઉચ્ચ કાચા માલના ખર્ચને પસાર કરવામાં સક્ષમ હતું. અપવાદો પૂર્વે EBITDA માર્જિન 13.1 ટકા હતું, જે પાછલા વર્ષના સમાન ત્રિમાસિકમાં 11.0 ટકા હતું.
એડવાન્સ્ડ ઇન્ટરમિડિયેટ સેગમેન્ટમાં 2026ના બીજા ત્રિમાસિકમાં વેચાણ વધીને EUR 456 મિલિયન થયું. આ પાછલા વર્ષના સમાન ત્રિમાસિકમાં નોંધાયેલા EUR 446 મિલિયન પર 2.2 ટકાનો વધારો દર્શાવે છે. EBITDA અપવાદો પૂર્વે EUR 35 મિલિયન સુધી પહોંચી, જે પાછલા વર્ષના સમાન ત્રિમાસિકમાં EUR 44 મિલિયનથી 20.5 ટકા ઓછી છે. જોકે ઊંચા વેચાણ ભાવે કાચા માલના વધેલા ખર્ચને સરભર કર્યો, ઉચ્ચ ઊર્જા ખર્ચ અને ઇન્વેન્ટરીમાં લક્ષિત ઘટાડાથી કમાણી પર અસર પડી. અપવાદો પૂર્વે EBITDA માર્જિન પાછલા વર્ષના 9.9 ટકાથી ઘટીને 7.7 ટકા થયું.
A A a a
A A a a
EUR મિલિયન Q2/2025 Q2/2026 %માં ફેરફાર
A A A a
વેચાણ 1,466 1,561 6.5
અપવાદો પૂર્વે ઈબીઆઈટીડીએ 150 152 1.3
અપવાદો પૂર્વે ઈબીઆઈટીડીએ માર્જિન 10.2% 9.7%
ચોખ્ખી આવક -45 -53 -17.8
ચોખ્ખી નાણાકીય લાયેબિલિટીઓ 2,023* 2,049 1.3
કર્મચારીઓ (30 જૂનના રોજ) 11,709* 11,495 -1.8
*31 ડિસેમ્બર, 2025ના રોજ
લેન્ક્સેસ એક અગ્રણી વિશેષતા રસાયણ કંપની છે, જેમાં 2025માં EUR 5.7 અબજનું વેચાણ થયું હતું. કંપની પાસે હાલમાં 32 દેશોમાં લગભગ 11,500 કર્મચારીઓ છે. લેન્કેસેસનો મુખ્ય વ્યવસાય રાસાયણિક મધ્યસ્થી, એડિવિવ્ઝ અને ગ્રાહક રક્ષણ ઉત્પાદનોનો વિકાસ, ઉત્પાદન અને માર્કેટિંગ છે. લેન્ક્સેસે સક્ષમતા પ્રત્યે પોતાની કટિબદ્ધતા માટે ડોવ જોન્સ બેસ્ટ- ઈન- ક્લાસ ઈન્ડેક્સ અને એમએસસીઆઈ ઈએસજી અને આઈએસએસ ઈએસજી રેટિંગ્સમાં અવ્વલ સ્થાન હાંસલ કર્યું હતું.



