ગુજરાત

દિવાળીના તહેવાર પહેલાં ઉધના સ્ટેશન પર મુસાફરોનો ધસારો, 6 વિશેષ ટ્રેનો દોડાવી 25 હજાર લોકોને વતન રવાના કરાયા

દિવાળીના તહેવાર પહેલાં ઉધના સ્ટેશન પર મુસાફરોનો ધસારો, 6 વિશેષ ટ્રેનો દોડાવી 25 હજાર લોકોને વતન રવાના કરાયા


સુરત શહેરમાં દેશના અનેક રાજ્યોમાંથી લોકો રોજગારી અર્થે વસે છે અને હવે દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે દિવાળી અને છઠ્ઠ પૂજાના મહાપર્વ નિમિત્તે સુરત અને ઉધનાથી વતન જવા માટે મુસાફરોની ભારે ભીડ રેલ્વે સ્ટેશન પર જોવા મળી રહી છે, રેલવે સ્ટેશનનો હોલ્ડિંગ એરિયા રાત્રે જ ખીચોખીચ ભરાઈને હાઉસફુલ થઈ ગયો હતો. જોકે, રેલવે તંત્ર દ્વારા રાતથી સવાર સુધીમાં 6 વિશેષ ટ્રેનો દોડાવીને લગભગ 25 હજાર લોકોને રવાના કરાયા હતા.
પંકજસિંગ (DRM, પશ્વિમ રેલવે)એ જણાવ્યું કે, દશેરા, દિવાળી અને છઠપૂજા સમયે એક સાથે ભીડ થઇ જાય છે જેથી આ વર્ષે મોટી વ્યવસ્થા કરવામાં આવી છે, અહિયાં ભારતનું સૌથી મોટું યાત્રી સુવીધા કેન્દ્ર છે, અહિયાં પેસેન્જર હોલ્ડીંગ એરિયા છેલ્લા 4 મહિનામાં નિર્માણ થઇ ગયું છે, 40 કરોડના ખર્ચે નિર્માણ થયેલું આ યાત્રી સુવિધા કેન્દ્રમાં ઘણી બધી સુવિધા છે, અહિયાં એક્સ્ટ્રા ટીકીટ વિન્ડો, 50 જેન્ટ્સ અને 30 મહિલાઓ માટે ટોયલેટ છે, સીસીટીવી કેમેરા, પંખા, પાણી તમામ સુવિધા છે, હજારો સંખ્યામાં લોકો આવતા હતા અને તેઓ તડકામાં ઉભા રહેતા હતા તો હવે તો આરામથી અહિયાં આવીને બેસી શકે છે, એરપોર્ટ જેવી સુવિધા અહી ઉપલબ્ધ થઇ ગઇ છે.
મુસાફરોને ટ્રેનમાં ચઢવા-ઉતરવામાં તકલીફ ન પડે તે માટે પ્લેટફોર્મ નંબર 6ને સંપૂર્ણ નવું સ્વરૂપ આપવામાં આવ્યું છે. પહેલાં અહીં રેલ-લેવલ પ્લેટફોર્મ હોવાથી મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી, જેને હવે હાઈ-લેવલ પ્લેટફોર્મ બનાવી તેના પર નવું સરફેસિંગ અને છતની પૂર્ણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે જે ટ્રેનો ચલાવવામાં આવે છે તેમાં પણ મેહનત કરવામાં આવી છે, સવારે 8.30 વાગ્યે હજારોની સંખ્યામાં લોકો આવી જતા હતા, હવે રાતથી જ ટ્રેન ચલાવાની શરુઆત કરી દીધી છે, ગતરોજ રાતે હસનપુર રાતે 11.30 વાગ્યે ટ્રેન ચલાવવામાં આવી હતી ત્યારબાદ દોઢ વાગ્યે મધુબની માટે અને 3.30 વાગ્યે અને 5.30 વાગ્યે ટ્રેનો અને સવારે 8.30 અંત્યોદય ટ્રેન અને પોપ્યુલર ટ્રેન તાપ્તી ગંગા અને ત્યારબાદ પણ લોકો વધશે તો 11.30 વાગ્યે જય નગર માટે અને તેમ છતાં પણ ભીડ રહેશે તો દોઢ વાગ્યે ટ્રેન જયનગર માટે દોડશે.
મુસાફર વિનોદ પાઠકએ જણાવ્યું હતું કે મારે વતન જવાનું હતું અને હું ઉધના સ્ટેશનથી તાપ્તી ગંગા ટ્રેનમાં જવા માટે આવ્યો છું, અહિયાં આવીને જોયું તો વ્યવસ્થા સારી છે અને તંત્ર પણ સારી મદદ કરી રહ્યું છે, લોકોને કોઈ સમસ્યા પડતી નથી, દિવાળી અને છઠ પૂજા માટે યોગ્ય વ્યવસ્થા છે, અહિયાં હોલ્ડીંગ એરિયા અને ટીકીટની પણ યોગ્ય વ્યવસ્થા છે. ગત વર્ષ કરતા આ વર્ષે સુવિધા ખુબ સારી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button