મનન વિદ્યાલય સાધલીના ભૂતપૂર્વ વિદ્યાર્થીએ 50 બાળકોને પ્રવાસ બેગ ભેટ આપી ,અન્ય ને પ્રેરણા આપી

મનન વિદ્યાલય સાધલીના ભૂતપૂર્વ વિદ્યાર્થીએ 50 બાળકોને પ્રવાસ બેગ ભેટ આપી ,અન્ય ને પ્રેરણા આપી
શિનોર તાલુકાના સાધલી મુકામે આવેલ મનન વિદ્યાલય માં ધોરણ સાત સુધી અભ્યાસ કરીને હાલ કેનેડા સ્થાયી થયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થી ધ્રુવ પટેલે ( સાધલી )પોતાની માતૃ શાળાને ને યાદ રાખીને ચાલુ વર્ષે શાળામાંથી પ્રવાસે જતા બાળકોને મદદરૂપ થવાના હેતુથી પ્રવાસ બેગ તથા આર્થિક નબળા બાળકોને પ્રવાસમાં મદદરૂપ થવા ભેટ આપેલ છે.
આજરોજ તારીખ 19 ઓક્ટોબર 2026 ના રોજ મનન વિદ્યાલય શાળાના મેનેજિંગ ડિરેક્ટર યશ પંડ્યાના હસ્તે તમામ 50 બાળકોને આ પ્રવાસ બેગ આપવામાં આવેલ છે. અધ્યતન અને મજબૂત પ્રવાસ બેગ મળતાં, તમામ બાળકોના મુખ પર આનંદની લાગણી વ્યાપી હતી અને ભૂતપૂર્વ વિદ્યાર્થીને હૃદયપૂર્વક અભિનંદન આપ્યા હતા. શાળા પરિવારે પણ ધ્રુવ પટેલને માતૃ સંસ્થાને યાદ રાખવા માટે ધન્યવાદ પાઠ્યા હતા. આ શાળામાં ભણીને હાલ વ્યવસ્થિત સેટલ થયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને આ કાર્યથી પ્રેરણા મળશે.



