મોદી ના 76 માં જન્મદિન પ્રસંગે મીઢોળ પ્રાથમિક શાળાના 51 બાળકોને શૈક્ષણિક સાધનોનું વિતરણ કરાયું

મોદી ના 76 માં જન્મદિન પ્રસંગે મીઢોળ પ્રાથમિક શાળાના 51 બાળકોને શૈક્ષણિક સાધનોનું વિતરણ કરાયું
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના 76 માં જન્મદિન પ્રસંગે મીઢોળ પ્રાથમિક શાળાના 51 બાળકોને શૈક્ષણિક સાધનો નું વિતરણ કરવામાં આવ્યું. શિનોર તાલુકાના મીંઢોળ પ્રાથમિક શાળાના 51 બાળકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિન પ્રસંગે શૈક્ષણિક સાધનો અને ચોકલેટ આપીને ઉજવણી કરવામાં આવી. તારીખ 25 જૂન 2026 ના રોજ નવીન શાળાની બિલ્ડીંગ નું લોકાર્પણ અને શાળા પ્રવેશોત્સવ દરમિયાન શૈક્ષણિક સ્ટાફ દ્વારા પ્રવેશ પામતા નવા બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. અને ત્યારબાદ આજરોજ વડાપ્રધાનના જન્મદિન પ્રસંગે શિનોર તાલુકા ભાજપ મહામંત્રી હિતેશ ઠાકોર દ્વારા શાળાના 51 બાળકોને શૈક્ષણિક સામગ્રી અને ચોકલેટનું વિતરણ કર્યુ હતું.આ પ્રસંગે શિનોર તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલ, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય ધર્મેશ પટેલ સહિત શિક્ષક પરિવાર હાજર રહ્યા હતા.



