લોક સમસ્યા

શિનોર તાલુકાના સાધલી ગામ ખાતે હડકાયા કૂતરાનો આતંક.. 21 ઉપરાંત લોકોને બચકા ભર્યા

  • શિનોર તાલુકાના સાધલી ગામ ખાતે હડકાયા કૂતરાનો આતંક.. 21 ઉપરાંત લોકોને બચકા ભર્યા
  • સાઘલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા રાત્રીથી અત્યાર સુધી અવિરત સેવા સારવાર ચાલુ રાખી

શિનોર તાલુકાના સાધલી ગામે તારીખ 30 સપ્ટેમ્બર ના રોજ હડકાયા કૂતરાએ વિવિધ વિસ્તારોમાંથી 8 બાળકો તથા મોટાને કરડીને ઇજાગ્રસ્ત કર્યા હતા, અને આજરોજ તારીખ 1 ઓક્ટોબર વહેલી સવારથી બીજા 13 ઉપરાંત વ્યક્તિઓને બચકાં ભરીને ઇજાગ્રસ્ત કરવામાં આવ્યા હતા.   ગઈકાલે રાત્રે તથા આજે દવાખાનામાં આવેલા તમામ ઇજાગ્રસ્તોને સાધલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય સ્ટાફ દ્વારા એન્ટિ-રેબીઝ વેક્સિન (ARV ), TT વેક્સિન તથા આર.આઇ.જી . જરૂરિયાતમંદ તમામ અસરકર્તા ને આપવામાં આવી હતી.તથા ત્યાં ડ્રેસિંગ કરીને તાત્કાલિક ધોરણે સારવાર આપવામાં આપી સરાહનીય કામગીરી કરી હતી. તથા નોંધણી કરીને અગાઉ કઈ તારીખે ફરીથી એ.આર.વી. વેક્સિન લેવા આવવાનું છે ,તેની સમજણ આપી હતી. ઇન્ચાર્જ સરપંચ સંકેત પટેલને જાણ થતાં તાત્કાલિક સરકારી દવાખાને આવી ઇજાગ્રસ્તોની મુલાકાત લઇ જરૂરી શાંત્વના આપી હતી. તારીખ 30 સપ્ટેમ્બર સાંજના પાંચ વાગ્યા પછી કૂતરું કરડવાના બનાવો બનતાં આખા બજારમાં તથા ગામમાં સન્નાટો ફેલાઇ ગયો હતો અને બજારો સુમસામ બની ગયા હતા. લોકો હાથમાં દંડા લઈને સાવચેતી રાખી રહ્યા હતા. બપોરે આ કૂતરુ મરી ગયા ના સમાચાર જાણ્યા પછી લોકોએ હાશકારો અનુભવ્યો હતો. હાલમાં સાધલી માં વાંદરાઓ ,ભૂંડો , કુતરાઓ અને મચ્છરોનો ત્રાસ વધી ગયો છે. અને આ હડકાયા કુતરાથી 21 લોકો ઈજાગ્રસ્ત થતાં ગામમાં ચિંતાનો માહોલ ઊભો થયો હતો. સાધલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રાત્રિના સમયે હાજર આરોગ્ય કર્મીએ સુંદર અને સફળ સેવા આપી હતી અને આજે સવારથી મેડિકલ ઓફિસર ડોક્ટર રોહન પટેલ અને ડોક્ટર હરેશ યાદવ ની હાજરીમાં એક તરફ બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ હોવા છતાં ઈજાગ્રસ્ત લોકોને અવિરત સેવા ચાલુ રાખી હતી, એ ખૂબજ પ્રશંશનીય કામગીરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button