શીશ મહેલ માં બિરાજેલ ગણપતિ બાપા ની ધારાસભ્ય અક્ષય પટેલે આરતી કરી

વડોદરા જિલ્લામાં કલા કૃતિ અને સ્વ મહેનતથી બનાવેલ શીશ મહેલ માં બિરાજેલ ગણપતિ બાપાની ધારાસભ્ય અક્ષય પટેલે આરતી કરી.
વેમાર ના ગણેશ યુવક મંડળના તમામ યુવાનોની કામગીરી બિરદાવી, અભિનંદન પાઠવ્યા.
✍️ હસમુખ પટેલ સાધલી. 94278 49499

વડોદરા જિલ્લામાં *શ્રી ગણપતિ બાપા* અને તેમના *શીશ મહેલ* ને વેમાર ગામના યુવાનો દ્વારા સ્વહસ્તે, સ્વખર્ચે અને જાતે છ સાત મહિનાની મહેનત કરીને અદભુત બનાવેલા શ્રી ગણપતિ બાપા ની તારીખ 19 સપ્ટેમ્બર ના રોજ સાંજના ધારાસભ્ય અક્ષય પટેલ, કરજણ તાલુકા કારોબારી ચેરમેન ચિરાગ પટેલ અને રણાપુર સરપંચ અને કરજણ તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ પાર્થ શાહ રૂબરૂ દર્શન માટે આવ્યા હતા. અને તેઓ આ સમગ્ર ગણપતિ બાપા ના પંડાલ થી ખૂબ જ પ્રભાવિત થયા હતા અને તેઓએ ગણપતિ બાપા ના દર્શન કરી આશીર્વાદ લીધા હતા અને સાંજે આરતીનો લાભ લીધો હતો. આરતીના પ્રસંગે બાપાના દિવ્ય દર્શન અને સમગ્ર વેમાર ગામના ભાઈ બહેનો અને બાળકોની હાજરી જોઈને ગણપતિ બાપા મય બન્યા હતા.
ગણેશ યુવક મંડળ,વેમાર દ્વારા તમામ મહેમાનોને ગણપતિ બાપાની સ્મૃતિ ભેટ આપી હતી, તેનાથી પણ મહેમાનો પ્રભાવિત થયા હતા.
ધારાસભ્ય અક્ષય પટેલે આ પ્રસંગે ભાવવિભોર થઈ વિઘ્નહર્તા ગણપતિ બાપા સૌના જીવનમાંથી તમામ વિઘ્નો દૂર કરે અને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આનંદથી જીવનને ભરી દે, તેવી હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી.



