સાધલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા પી.એચ.સી માં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

- સાધલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા પી.એચ.સી માં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
- હડકાયા કૂતરાઓના આતંક વચ્ચે 22 રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યુ
શિનોર તાલુકાના સાધલી મુકામે આયુષ્યમાન આરોગ્ય મંદિર, ખાતે પી.એમ.નરેન્દ્રભાઈ મોદીના તા.17 સપ્ટેમ્બરના જન્મદિવસથી શરૂ થયેલા “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત તાલુકા હેલ્થ ઓફિસ શિનોર તથા સાધલી પી.એચ.સી. ના સહયોગથી, સયાજી હોસ્પિટલ, વડોદરાની બ્લડ બેંક મારફતે તા.1 ઓક્ટોબર 2026ના રોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, શિબિરમાં કુલ 22 રક્તદાતાઓએ રક્તદાન કરી માનવસેવાના ઉમદા કાર્યમાં પોતાનું યોગદાન આપ્યું હતું. સાધલી આઉટ પોસ્ટ ના હેડ કોન્સ્ટેબલ અર્જુનસિંહે પણ રક્તદાન કર્યુ. આ પ્રસંગે મેડિકલ ઓફિસર ડૉ.રોહન પટેલ,આયુષ મેડિકલ ઓફિસર ડૉ.હરેશ યાદવ, સાધલી પીએચસી નો આરોગ્ય સ્ટાફ સ્થળ પર હાજર રહી રક્તદાતાઓને જરૂરી સેવા અને માર્ગદર્શન આપેલ હતું. સાધલી પીએચસી તાબાના પાંચ સબ સેન્ટરો અને 13 ગામો માંથી સાધલીમાં હડકાયા કૂતરાઓનો ભારે આતંક હોવા છતાં 22 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું . તમામ રક્તદાતાઓને બિસ્કીટ, ફ્રૃટી જ્યુસ, પાણીની બોટલ અને સયાજી બ્લડ બેન્ક તરફથી પ્રમાણપત્ર આપવામાં આવ્યુ હતું. શિનોર તાલુકામાં આ અગાઉ તારીખ 5 સપ્ટેમ્બર 2026 ના રોજ સાધલી મુકામે ઈદે મિલાદ પ્રસંગે ફૈજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાખેલ બ્લડ ડોનેશન કેમ્પમાં 111 રક્ત દાતાઓએ બ્લડ ડોનેશન કર્યું હતું ,અને તારીખ 22 સપ્ટેમ્બર ના રોજ શિનોર મુકામે શિનોર મકબુલ શફી ચિસ્તી બાવાના ઉર્સ નિમિત્તે રક્તદાન કેમ્પમાં 225 રક્તદાતાઓએ રક્તદાન કર્યુ હતું.તા. 28 સપ્ટેમ્બરે સામૂહિક આરોગ્ય કેન્દ્ર મોટા ફોફળિયા મુકામે 32 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. આ રક્તદાન કેમ્પ ચાલુ હતો, તે દરમિયાન સાધલી ગ્રામ પંચાયત દ્વારા તારીખ 2 ઓક્ટોબર ગાંધી જયંતી પ્રસંગે સવારે 10:00 કલાકે ગ્રામસભા અને સાધલીમાં હડકાયા કુતરા વધુ હોય ગ્રામજનોને તકેદારી રાખવા જાહેરાત કરવામાં આવી હતી. જેની અસર પણ આ બ્લડ ડોનેશન કેમ્પમાં પડી હતી.



