ધર્મ દર્શન
સુરતમાં 2028ના નૂતન વર્ષની શરૂઆત રામકથાના મંગલમય માહોલથી થશે

- સુરતમાં 2028ના નૂતન વર્ષની શરૂઆત રામકથાના મંગલમય માહોલથી થશે
- કાશીબા ગોટી ટ્રસ્ટના સરસ્વતીધામ નિર્માણ યજ્ઞના લાભાર્થે પૂ. મોરારિબાપુની રામકથાનું આયોજન
- સુરત, તા. 1 ઑક્ટોબર, 2026
- કાશીબા ગોટી ટ્રસ્ટના ઉપક્રમે 1થી 9 જાન્યુઆરી સુધી પૂ. મોરારિબાપુની રામકથા; રામકથાના સંપૂર્ણ ખર્ચના યજમાન તરીકે સુરતના જાણીતા ઉદ્યોગપતિ શ્રી લવજીભાઈ બાદશાહની ખુદ પૂ. મોરારિબાપુએ કરી પસંદગી
- 351 સરસ્વતીધામના સંકલ્પથી આગળ વધીને, બાપુએ પાવન રામકથા આપ્યા બાદ તેમના આશીર્વાદ અને પ્રેરણાથી 351 થી વધારીને હવે 1008 જનસંકલ્પ અભિયાનનો મહાસંકલ્પ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
- સમગ્ર ભારતભરમાં ચાલતા આ અજોડ શિક્ષણયજ્ઞની સફળતાના આધારસ્તંભો : કર્મયોગી પરિવાર, સહયોગી દાતાશ્રીઓ તથા ટ્રસ્ટના તમામ શુભચિંતકોને ફાળે જાય છે.
- કેલેન્ડર વર્ષ 2028નો પ્રારંભ સુરતમાં આધ્યાત્મિકતા, ભક્તિ અને સેવાના અનોખા સંગમ સાથે થશે. સુરતના જાણીતા કાશીબા ગોટી ટ્રસ્ટના ઉપક્રમે રામાયણી સંત પૂજ્ય શ્રી મોરારિબાપુની રામકથાનું આયોજન તા. 1 જાન્યુઆરીથી 9 જાન્યુઆરી, 2028 દરમિયાન સુરતમાં થવા જઈ રહ્યું છે. નવ દિવસ સુધી ચાલનારી આ રામકથા સુરત સમેત સમગ્ર વિશ્વભરમાં વિશાળ વર્ગ ધરાવતા શ્રદ્ધાળુઓ માટે આધ્યાત્મિક અનુભૂતિ સાથે સમાજસેવાના સંકલ્પને પણ વધુ મજબૂત બનાવશે.
- આ માહિતી આપવા માટે યોજાયેલી પત્રકાર સંવાદ સભાને સંબોધતા કાશીબા ગોટી ટ્રસ્ટ સુરતના પ્રમુખ શ્રી કેશુભાઇ ગોટી સહિતના આગેવાનોએ વધુમાં જણાવ્યું હતું કે આ રામકથાની વિશેષતા એ છે કે, રામકથાના સંપૂર્ણ ખર્ચના યજમાન તરીકે સુરતના જાણીતા ઉદ્યોગપતિ શ્રી લવજીભાઈ બાદશાહની પસંદગી ખુદ પૂજ્ય શ્રી મોરારિબાપુએ કરી છે. કથાના યજમાન તરીકે લવજીભાઈ ડાલિયાની પસંદગી સાથે સુરતના ધાર્મિક અને સામાજિક ક્ષેત્રમાં આ રામકથાને વિશેષ મહત્ત્વ પ્રાપ્ત થયું છે.
- કાશીબા ગોટી ટ્રસ્ટ, સુરત દ્વારા શિક્ષણક્ષેત્રે નોંધપાત્ર સેવાયજ્ઞ છેલ્લાં 12 વર્ષથી અવિરતપણે શરૂ છે અને રહેશે. ખાસ કરીને અત્યંત અંતરિયાળ, દુર્ગમ, પહાડી, સરહદી અને ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણની જ્યોત અવિરત પ્રજ્વલિત રહે અને ગ્રામ્ય વિસ્તારનાં બાળકોને શિક્ષણ માટે વધુ સારી સુવિધા મળી રહે તે હેતુથી ટ્રસ્ટ દ્વારા 351 થી વધારીને હવે 1008 સરસ્વતીધામોના નિર્માણનું મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
- આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 265 સરસ્વતીધામોનું નિર્માણ પૂર્ણ કરીને લોકસમર્પિત કરવામાં આવ્યાં છે. જ્યારે 35 ભવનોનું નિર્માણ કાર્ય હાલ પ્રગતિ હેઠળ છે અને વધુ 16 ભવનો માટે પેપરવર્કની પ્રક્રિયા ચાલી રહી છે. કાશીબા ગોટી ટ્રસ્ટ દ્વારા ગુજરાત, આસામ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા, મિઝોરમ, મેઘાલય, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, બિહાર, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને રાજસ્થાન સહિત ભારતનાં 18 રાજ્યોમાં સેવાકાર્ય કરી રહ્યા છે.
- આ સેવાયજ્ઞમાં સમાજના દાતાશ્રીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા છે. અત્યાર સુધીમાં 344 ભવનો માટે સહયોગી દાતાશ્રીઓ આ મહાઅભિયાન સાથે જોડાઈ ચૂક્યા છે. જેના કારણે અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણની સુવિધાઓ ઊભી કરવાની આ ઝુંબેશને સતત વેગ મળી રહ્યો છે.
- 351 સરસ્વતીધામ સુધીની યાત્રામાં દરેક ભવનના નિર્માણ ખર્ચમાં 50 ટકા યોગદાન કાશીબા ગોટી ટ્રસ્ટ તરફથી અને 50 ટકા યોગદાન સહયોગી દાતાશ્રી દ્વારા આપવામાં આવતું હતું.
- હવે 352મા સરસ્વતીધામથી 1008 સુધીની યાત્રાને વધુ વ્યાપક જનસંકલ્પનું સ્વરૂપ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવા તબક્કામાં દરેક સરસ્વતીધામના સમગ્ર નિર્માણની આર્થિક જવાબદારી દાતાશ્રીઓ દ્વારા નિભાવવામાં આવશે.
- આ પરિવર્તન પાછળનો મૂળ ભાવ એ છે કે સરસ્વતીધામ નિર્માણનું આ અભિયાન માત્ર એક સંસ્થા પૂરતું સીમિત ન રહે, પરંતુ સમગ્ર સમાજના જનસંકલ્પનું સ્વરૂપ ધારણ કરી દેશના વધુને વધુ અંતરિયાળ વિસ્તારો સુધી શિક્ષણ અને સંસ્કારની જ્યોત પહોંચે.
- રામકથા સાથે શિક્ષણસેવાનો સંદેશ
- શ્રી કેશુભાઇ ગોટીએ જણાવ્યું કે, કાશીબા ગોટી ટ્રસ્ટ માટે રામકથા માત્ર ધાર્મિક આયોજન પૂરતી મર્યાદિત નથી, પરંતુ આધ્યાત્મિકતા સાથે સેવાભાવ અને શિક્ષણના સંકલ્પને સમાજ સુધી પહોંચાડવાનું પણ આ એક માધ્યમ બની રહેશે. પૂજ્ય શ્રી મોરારિબાપુની રામકથાના માધ્યમથી સમાજમાં સેવા, સંસ્કાર અને શિક્ષણના મૂલ્યોને વધુ વ્યાપક બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
- ટ્રસ્ટના પ્રમુખ શ્રી કેશુભાઈ ગોટીએ જણાવ્યું હતું કે અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણની જ્યોત પ્રગટાવવાનું કાર્ય સતત આગળ ધપાવવું એ ટ્રસ્ટની પ્રાથમિકતા છે. સરસ્વતીધામોનાં નિર્માણથી અભાવગ્રસ્ત ગ્રામ્ય વિસ્તારનાં બાળકોને શિક્ષણની સુવિધા ઉપલબ્ધ થાય અને સ્થાનિક સમાજને તેનો લાંબા ગાળે લાભ મળે તે દિશામાં ટ્રસ્ટ સતત કાર્યરત છે.
- નવા વર્ષના પ્રારંભે યોજાનારી પૂજ્ય શ્રી મોરારિબાપુની આ રામકથા દ્વારા ભક્તિ અને સેવાના આ બંને પ્રવાહને એકસાથે આગળ વધારવાનો પૂજ્ય મોરારીબાપુ દ્વારા સંદેશ આપવામાં આવશે. તા. 1થી 9 જાન્યુઆરી, 2028 દરમિયાન યોજાનારી આ રામકથામાં વિશ્વભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહે તેવી અપેક્ષા છે.
- આંકડાઓમાં કાશીબા ગોટી ટ્રસ્ટનું શિક્ષણસેવા અભિયાન
- વિગત સંખ્યા
- નિર્માણનો સંકલ્પ : 1008 સરસ્વતીધામ જન્સંકલ્પ અભિયાન
- નિર્માણ પૂર્ણ કરી લોકસમર્પિત : 265
- નિર્માણ કાર્ય પ્રગતિમાં : 35
- પેપરવર્કની પ્રક્રિયામાં : 16
- સહયોગી દાતાશ્રીઓ :344
- કાશીબા ગોટી ટ્રસ્ટ, સુરતે કરેલી કામગીરી પર એક નજર
- ચાર મુખ્ય અભિયાન
- 1. 1008 સરસ્વતીધામ નિર્માણ અભિયાન
- દુર્ગમ અને વંચિત વિસ્તારોમાં શિક્ષણ, સંસ્કાર અને શૈક્ષણિક સુવિધાઓ માટે સરસ્વતીધામનું નિર્માણ.
- 2. શિક્ષા સાથી અભિયાન
- ભોજનાલય, પ્રાર્થનાખંડ, લાઇબ્રેરી, ટોઇલેટ-બાથરૂમ બ્લોક, નાના ભવન તથા રિનોવેશન સહિત 132થી વધુ સેવા કાર્યો પૂર્ણ.
- 3. કુપોષણ મુક્તિ અભિયાન
- છેલ્લાં 3 વર્ષથી દરરોજ સવારે 7:00 વાગ્યે 40,000થી વધુ આદિવાસી અને વંચિત બાળકોને સંચાલકો દ્વારા પૌષ્ટિક અલ્પાહાર ઉપલબ્ધ કરાવવામાં સફળતા પ્રાપ્ત થઇ છે.
- 4. વૈચારિક ક્રાંતિ અભિયાન
- છેલ્લાં 3 વર્ષથી રાષ્ટ્રપ્રેમ, ભારતીય સંસ્કૃતિ, કર્તવ્યબોધ અને જીવનમૂલ્યોના જાગરણ માટે 130થી વધુ સેમિનારો યોજાયા છે.
- કાશીબા ટ્રસ્ટના કાર્યોની ફળશ્રુતિ :
- દારુણ પરિસ્થિતિમાં ભણતા વિદ્યાર્થીઓને સારી સુવિધા મળવાથી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યાઓમાં અને શૈક્ષણિક ગુણવત્તામાં નોંધપાત્ર વધારો થયો.
- નકસલવાદી પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકો મુખ્ય ધારામાં ભળી સકારાત્મક કાર્યો કરવા લાગ્યા.
- સરહદી રાજ્યોના લોકોમાં રાષ્ટ્રભાવના, દેશદાઝમાં વધારો થયો.
- શ્રી કેશુભાઈ ગોટીનો સેવાભાવ
- શ્રી કેશુભાઈ ગોટી માટે સેવા માત્ર સહાય પહોંચાડવાનું કાર્ય નથી, પરંતુ શિક્ષણ અને સંસ્કાર દ્વારા બાળકના જીવનમાં પરિવર્તન લાવવાનો તથા ભારતના અંતરિયાળ વિસ્તારોમાં રાષ્ટ્રનિર્માણની ભાવનાને મજબૂત કરવાનો સતત પ્રયાસ છે.
- તેમના સંકલ્પ અને કર્મયોગી પરિવાર, સહયોગી દાતાશ્રીઓ તથા શુભચિંતકોના સહયોગથી આ સેવાયાત્રા આજે 18 રાજ્યો સુધી પહોંચી છે અને લાખો બાળકોનાં જીવનને સ્પર્શી રહી છે.
- મુખ્ય ભાવ:
- “શિક્ષણથી સંસ્કાર, સંસ્કારથી સમાજઘડતર અને સમાજઘડતરથી રાષ્ટ્રનિર્માણ.”
- વિશેષ નોંધનીય બાબતો :
- * 351 સરસ્વતીધામનાં નિર્માણમાં 50% યોગદાન શ્રી કેશુભાઈ ગોટી ( કાશીબા ગોટી ટ્રસ્ટ) દ્વારા આપવામાં આવે છે, અને બાકીના 50% આર્થિક યોગદાન સહયોગી દાતા દ્વારા આપવામાં આવે છે, છતાં ક્યાંય પણ શ્રી કેશુભાઈનું કે એમના પરિવારનું ક્યાંય પણ નામ લખવામાં આવતું નથી.
- સહયોગીદાતાઓ ભવન નિર્માણનો ખર્ચ આપે છે, તેઓ જે કહે તે ભવનનું નામકરણ કરવામાં આવે છે.
- 352થી 1008 સુધીના નવા તબક્કામાં દરેક સરસ્વતીધામ નિર્માણની સંપૂર્ણ આર્થિક જવાબદારી સમાજના ઉદાર દાતાશ્રીઓ દ્વારા નિભાવવામાં આવશે. આ નવી વ્યવસ્થાનો મુખ્ય હેતુ સરસ્વતીધામ નિર્માણના આ અભિયાનને સાચા અર્થમાં એક વ્યાપક જનસંકલ્પનું સ્વરૂપ આપવાનો છે, જેમાં સમાજના વિવિધ વર્ગોના લોકો પોતપોતાની ક્ષમતા અને ભાવનાથી આ રાષ્ટ્રનિર્માણની યાત્રા સાથે જોડાઈ શકે.
- કર્મયોગીઓ સુરતથી 2,000 – 3,000 કિલોમીટર સુધી દૂર-દૂર વિસ્તારોમાં સંપૂર્ણપણે નિ:સ્વાર્થ સેવા કરે છે, એક પણ રૂપિયા વેતન લેતા નથી.
- 351 સરસ્વતીધામના સ્વપ્નદ્રષ્ટા શ્રી કેશુભાઈ વિશે બે વાત
- ભારતભરમાં આ સેવાનો યજ્ઞ ઉપકારના ભાવથી નહીં, પરંતુ તમામ ભારતીયોને ભાઈ-બહેન સમજીને પવિત્ર ફરજના ભાગ રૂપે કરે છે.
- તેઓ મક્કમ મનોબળ અને અજોડ વિચારધારા ધરાવે છે.



