ઓટોમોબાઇલ્સ

સેમસંગના નોઈડા એન્જિનિયરો ગેલેક્સી વોચ હેલ્થ ફીચર્સનું પરીક્ષણ અને રિફાઇનિંગ કરવા માટે ભારતનો ઉપયોગ કેવી રીતે કરી રહ્યા છે

સેમસંગના નોઈડા એન્જિનિયરો ગેલેક્સી વોચ હેલ્થ ફીચર્સનું પરીક્ષણ અને રિફાઇનિંગ કરવા માટે ભારતનો ઉપયોગ કેવી રીતે કરી રહ્યા છે
ગુરુગ્રામ : સેમસંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ-નોઈડા (SRI-N) ભારતીય પરિસ્થિતિઓમાં પહેરી શકાય તેવા સોફ્ટવેરનું પરીક્ષણ કરવા સાથે ગેલેક્સી વોચ9 અને ગેલેક્સી વોચ અલ્ટ્રા2 પર આરોગ્ય અને સુખાકારી ક્ષમતાઓમાં યોગદાન આપી રહ્યું છે. SRI-N એવી સેવાઓ પર પણ કામ કરે છે જે સેમસંગ હેલ્થને ભારતની ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમ સાથે જોડે છે, જે સરકારની આયુષ્માન ભારત ડિજિટલ મિશન (ABDM) પહેલ સાથે સંરેખિત થાય છે.
સેમસંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ- નોઈડાના મેનેજિંગ ડિરેક્ટર ક્યુંગ્યુન રૂએ જણાવ્યું હતું કે, “ડિજિટલ હેલ્થમાં ઘડિયાળ- સંબંધિત સુવિધાઓનો સમાવેશ થાય છે, જે એક મુખ્ય ધ્યાન કેન્દ્રિત ક્ષેત્ર છે.” “છેલ્લાં ત્રણથી ચાર વર્ષમાં અમે ભારત-વિશિષ્ટ સેવાઓ શરૂ કરી છે,” એમ તેમણે ઉમેર્યું.
SRI-Nની સ્થાપના 2007માં થઈ હતી અને તે ગેલેક્સી મોબાઇલ ઉપકરણો, વેરેબલ્સ, ટેબ્લેટ્સ અને સોફ્ટવેર ડેવલપમેન્ટમાં સેમસંગના વૈશ્વિક સંશોધન અને વિકાસ સંગઠનો સાથે સહયોગમાં કાર્ય કરે છે. ગેલેક્સી વોચ વપરાશકર્તાઓ માટે સ્થાનિક કાર્ય સેમસંગ હેલ્થ દ્વારા સેન્સર ડેટાને આરોગ્ય અને સુખાકારીની અંતરદ્રષ્ટિમાં રૂપાંતરિત કરે છે.
“અમારું પ્લેટફોર્મ સ્માર્ટફોન સાથે પહેરી શકાય તેવા ડેટાને જોડે છે અને એક્ટિવિટી, ઊંઘ, પોષણ, માઇન્ડફુલનેસ અને મહત્ત્વપૂર્ણ આરોગ્ય સૂચકાંકોમાં ક્ષમતાઓને સમર્થન આપે છે,” એમ સેમસંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ- નોઇડાના સર્વિસ ડેવલપમેન્ટના વાઇસ પ્રેસિડેન્ટ ડૉ. અમિતાભ થાપલિયાલે જણાવ્યું હતું. “અમે સુખાકારી અને નિવારક સંભાળ પર કેન્દ્રિત આરોગ્ય- ટ્રેકિંગ એપ્લિકેશનોમાં પણ યોગદાન આપીએ છીએ.”
ભારતમાં સંશોધન અને પરીક્ષણ
કેન્દ્રના કાર્યમાં વાઇટલ ટ્રેકર, ડેઇલી કાર્ડિયો લોડ, હિયરિંગ હેલ્થ અને ટ્રેઇલ રનિંગ જેવી ગેલેક્સી વોચ9 અને ગેલેક્સી વોચ અલ્ટ્રા2 ક્ષમતાઓમાં યોગદાન સામેલ છે.
વાઇટલ ટ્રેકર ઊંઘ દરમિયાન હૃદયના ધબકારા, હૃદયના ધબકારાની પરિવર્તનશીલતા, ત્વચાનું તાપમાન, શ્વસન દર અને રક્ત ઓક્સિજનને માપે છે. માપન વપરાશકર્તાની સામાન્ય શ્રેણીની બહાર જાય છે ત્યારે સિસ્ટમ સ્પષ્ટતા અને ભલામણો પ્રદાન કરે છે. દૈનિક કાર્ડિયો લોડ ઊંઘ સહિત પ્રવૃત્તિ અને પુનઃપ્રાપ્તિ ડેટાને જોડે છે. ટ્રેઇલ રનિંગ નેવિગેશન અને ચઢાવ પર માર્ગદર્શન પૂરું પાડે છે, જ્યારે હાઇડ્રેશન એલર્ટ વપરાશકર્તાઓને પાણી પીવા માટે પ્રોત્સાહિત કરવા માટે ટ્રેઇલ દરમિયાન પરસેવા વિશેની માહિતીનો ઉપયોગ કરે છે.
પરંતુ SRI-Nની ભારતમાં ભૂમિકા આ સુવિધાઓ માટે સોફ્ટવેર વિકસાવવાથી આગળ વધે છે. આ કેન્દ્ર સ્થાનિક પરિસ્થિતિઓમાં યુઝર ટ્રાયલ કરે છે અને સોફ્ટવેરને માન્ય કરે છે, જેથી અન્ય બજારોમાં ન આવતી સમસ્યાઓ ઓળખી શકાય. એક ઉદાહરણ ઓટો- સાઈકલ ડિટેક્શનનો સમાવેશ થાય છે. ભારતમાં પરીક્ષણ દરમિયાન સિસ્ટમે શરૂઆતમાં ઉબડખાબડ રસ્તાઓ પર મુસાફરી કરતી ઓટો- રિક્ષાઓમાંથી થતી ગતિવિધિને સાઈકલ સવારી તરીકે અર્થઘટન કર્યું. ભારતીય ઇજનેરોએ ફોલ્સ પોઝિટિવ્સ પાસાઓની તપાસ કરી અને અલ્ગોરિધમને સુધાર્યું.
“અમે અમારા ઉકેલો તૈયાર અને ઘડામણ કરીએ છીએ ત્યારે વસતિ વિષયક પ્રોફાઇલ્સ અને પ્રાદેશિક વર્તણૂકોને પણ ધ્યાનમાં લઈએ છીએ, જેથી ખાતરી કરી શકાય કે અમારા સોફ્ટવેર વિવિધ જરૂરિયાતોને પૂર્ણ કરે છે,” એમ ડૉ. થપલિયાલે કહ્યું. આ કાર્યએ સેમસંગનાં વૈશ્વિક ઉત્પાદનોમાં પણ યોગદાન આપ્યું છે. “ભારતમાં અમારા R&D ઇજનેરોએ અમારી સેન્સર ટેકનોલોજીમાં વધારો કર્યો અને આ સુધારાઓને વૈશ્વિક ઉત્પાદનમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા,” એમ તેમણે ઉમેર્યું. આ SRI-Nને બેવડી ભૂમિકા આપે છે: ભારતમાં જોવા મળતી પરિસ્થિતિઓ અને વર્તણૂકો સામે તેનું પરીક્ષણ કરવા સાથે સેમસંગના વૈશ્વિક પોર્ટફોલિયો માટે ટેકનોલોજી વિકસાવવી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button